<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

આખરે મેઘરાજા મહેરબાનઃ રાજકોટમાં ત્રણ કલાકમાં દે ધનાધન સવા ૪ ઇંચ

સવારે ૧૧ થી બપોરના ૨ વાગ્‍યા સુધીમાં વેસ્‍ટ ઝોનમાં ૧૦૬ મીમી(૪.૨૪ ઇંચ), સેન્‍ટ્રલ ઝોનમાં ૩૮ મીમી(૧.૫૨ ઇંચ) તથા ઇસ્‍ટ ઝોનમાં ૩૭ મીમી(૧.૪૮ ઇંચ) પાણી વરસ્‍યું: લોકોમાં ખુશીઃ અનેક વિસ્‍તારોમાં ગોઠણ ડુબ પાણી ભરાયા

રાજકોટ બપોરે ૨ાા વાગ્‍યે લેવાયેલ ઈન્‍સેટ દરિયા કાંઠાના વિસ્‍તારો ઉપર જબ્‍બર વાદળાના ગંજ ખડકાયેલા સતત જોવા મળે છે

રાજકોટ,તા.૨૦: ગુજરાતમાં ભારે અતિભારે વરસાદની આગાહી વચ્‍ચે જૂનાગઢ જીલ્લામાં સવારથી જ આભ ફાટયા જેવી સ્‍થિતી સર્જાઈ છે. આખરે રાજકોટમાં મેધરાજા મહેરબાન થતા સવારના ૧૧ થી ૧ વાગ્‍યા સુધીમાં વેસ્‍ટ ઝોન(ન્‍યુ રાજકોટ વિસ્‍તાર) માં ૧૦૦ મીમી, સેન્‍ટ્રલ અને ઇસ્‍ટ ઝોનમાં ૨૯ મીમી પાણી પડયાનું મનપાના  ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયો હતો. લાંબા સમય બાદ મેધરાજા વરસતા લોકોએ રાહતનો શ્વાસ લીધા હતા.

હવામાન વિભાગે  આજે સૌરાષ્‍ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. આજે સવારથી રાજકોટમાં વાદળ છાયુ વાતાવરણ જોવા મળ્‍યુ હતુ. સવારના ૧૧ વાગ્‍યા આસપાસ વાતાવરણમાં પલટો આવતા ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. મનપાના  ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં નોંધાયેલા આંકડા મુજબ સવારના ૧૧ થી બપોરના ૨ વાગ્‍યા સુધીમાં વેસ્‍ટ ઝોન(ન્‍યુ રાજકોટ વિસ્‍તાર) માં ૧૦૬ મીમી(૪.૨૪ ઇંચ), સેન્‍ટ્રલ ઝોનમાં ૩૮ મીમી (૧.૫૨ ઇંચ) અને ઇસ્‍ટ ઝોનમાં ૩૭ મીમી (૧.૪૮ ઇંચ)  વરસાદ નોંધાંયો છે.

લાંબા વિરામ બાદ વરસાદ પડતા શહેરીજનોમાં ખુશીની લહેર જોવા મળી હતી. રાજકોટમાં વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયાની પારાવાર ફરિયાદોના પગલે તંત્ર દોડતુ થયું હતું. પાણી ભરાયા હોય ત્‍યાં ડ્રેનેજ લાઇનો દ્વારા પાણી કાઢવાની વ્‍યવસ્‍થા કરી હતી.

ક્‍યા ઝોનમાં કેટલો વરસાદ પડયો ?

ઝોન      વરસાદ

વેસ્‍ટ       ૧૦૬ મી.મી.

સેન્‍ટ્રલ     ૩૮ મી.મી.

ઇસ્‍ટ  ૩૭ મી.મી.

નોંધ : ૨૫ મી.મી. એટલે ૧ ઇંચ થાય

બપોરે ૧ સુધીમાં

મેંદરડા - ૧૩ ઇંચ

કેશોદ - ૧૦ ઇંચ

માણાવદર - ૭ાા ઇંચ

વંથલી - ૧૦ ઇંચ

માંગરોળ - ૪ાા ઇંચ

વરસાદ ખાબકયો

કેશોદના માણેકવાડા ગામે સાબલી નદીના કાંઠે આવેલું માલબાપા નાગ દેવતા મંદિર પાણીમાં ગરકાવઃ મંદિરમાં આવેલ પાણીએ ૧૦૦ વર્ષનો રેકોર્ડ તોડયો. (૭.ર૯)

(2:59 PM IST)