<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th August 2025

શહેરમાં અંગ્રેજી માધ્‍યમની ગ્રાન્‍ટેડ માધ્‍યમિક શાળાઓ વધારવા વાલી વર્ગની રજૂઆત

રાજકોટઃ તા. ર૦, શહેરમાં ધો. ૯ થી ૧ર ની અંગ્રેજી માધ્‍યમની ગ્રાન્‍ટેડ શાળાઓની સંખ્‍યા વધારવા વાલીઓએ જિલ્લા  શિક્ષણાધિકારીને પત્ર પાઠવી રજૂઆત કરી છે.

હાલ ધો. ૯ થી ૧ર ની અંગ્રેજી માધ્‍યમની ખાનગી શાળાઓ તો ઘણી છે. તેમની સામે ગ્રાન્‍ટેડ શાળાઓ ઓછી છે. ખાનગી શાળાઓની ફી એટલી વધુ હોય છે કે તે દરેક વર્ગને પરવડે તેમ હોતી નથી. સામાન્‍ય વર્ગના બાળકોને ધો. ૯ થી ૧ર અંગ્રેજી માધ્‍યમમાં ભણાવવા હોય તો, મોટી મંૂજવણ ઉભી થાય છે.

જેથી રાજકોટમાં ધો. ૯ થી ૧ર ની અંગ્રેજી માધ્‍યમની ગ્રાન્‍ટેડ માધ્‍યમિક શાળાઓ વહેલી તકે વધુ સંખ્‍યામાં શરૂ કરવામાં આવે તેવી વાલી વર્ગના પરસોતમ પમનાણી(મો.નં. ૯૩૨૮૨ ૩૧૨૪૭), વિપુલભાઇ વિરાણી (મો. ૯૯૦૪૩ ૪૫૬૯૮), કૈલાસ શેવાણી (મો.૯૩૨૭૩ ૮૦૧૭૯), જયદિપ પરમાર (મો. ૯૪૨૮૨ ૭૪૬૯૮) એ રાજકોટ જિલ્લા શિક્ષાધિકારીશ્રીને પાઠવાયેલ પત્રમાં માંગણી ઉઠાવી છે.

તસ્‍વીર અંગ્રેજી માધ્‍યમની ગ્રાન્‍ટેડ માધ્‍યમિક શાળા અંગે ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા વાલીઓ નજરે પડે છે.

(3:19 PM IST)