તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
મોરબી રોડ જકાતનાકા પાસે ટ્રકે બાઇકને ઉલાળતાં ફેબ્રીકેશનના ધંધાર્થીનું મોત
પેડક રોડ મારૂતીનગરમાં રહેતાં જીતેન્દ્રભાઇ વસોયા સવારે દૂકાને જવા નીકળ્યા ત્યારે બનાવઃ પરિવારમાં શોકની કાલીમા

રાજકોટ તા. ૨૦: શહેરમાં વધુ એક વખત જીવલેણ વાહન અકસ્માત સર્જાયો છે. મોરબી રોડ પર જુના જકાતનાકા પાસે ટ્રકે બાઇકને ઉલાળી દેતાં બાઇકચાલક પેડક રોડ વિસ્તારના ફેબ્રીકેશનના ધંધાર્થીનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
જાણવા મળ્યા મુજબ પેડક રોડ પર મારૂતિનગર સોસાયટીમાં રહેતાં જીતેન્દ્રભાઇ લાલજીભાઇ વસોયા (ઉ.વ.૪૫) સવારે બાઇક હંકારીને જતાં હતાં ત્યારે મોરબી રોડ જુના જકાતનાકા પાસે ગિરીરાજ કોલ્ડ્રીંક્સ પાસે ટ્રકના ચાલકે ઠોકર મારતાં તેઓ બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજા થતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.
હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવની જાણ બી-ડિવીઝન પોલીસને કરી હતી. મૃતયુ પામનાર જીતેન્દ્રભાઇ બે ભાઇમાં મોટા હતાં અને ફેબ્રીકેશનનું કામ કરતાં હતાં. તેમને સંતાનમાં બે દિકરી છે. તેમની ફેબ્રીકેશન કામની દુકાન મોરબી રોડ પર જકાતનાકા પાસે હોઇ ત્યાં જઇ રહ્યા હતાં ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે ટ્રકચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરી હતી. (૧૪.૧૨)
(3:53 PM IST)










