તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
ઇન્દિરા સર્કલ પાસે એપાર્ટમેન્ટના પાર્કિંગ રૂમમાં નેપાળી યુવાન સંજયનો આપઘાત
અગાઉ સ્પામાં કામ કરતો હતોઃ બે મહિનાથી કામે જતો નહોતોઃ મોટો ભાઇ બહારથી આવ્યો ત્યારે ૨૦ વર્ષનો સંજય ટમટા લટકતો મળ્યોઃ કારણ અકળ

રાજકોટ તા. શહેરના યુનિવર્સિટી રોડ ઇન્દિરા સર્કલ પાસે કોમલ એપાર્ટમેન્ટની રૂમમાં રહેતાં નેપાળી યુવાન સંજય પ્રેમભાઇ ટમટા (ઉ.વ.૨૦)એ પાર્કિંગની રૂમમાં પંખામાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.
બનાવની જાણ થતાં ૧૦૮ પહાંચી હતી. પણ તેના તબિબે સંજયને મૃત જાહેર કરતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. આપઘાત કરનાર સંજય બે ભાઇ અને એક બહેનમાં નાનો હતો. અગાઉ સ્પામાં કામ કરતો હતો. હાલ બે મહિનાથી કામે જતો નહોતો. તેનો મોટો ભાઇ બહાર ગયો હતો. તે ઘરે આવ્યો ત્યારે નાનો ભાઇ સંજય લટકતો મળ્યો હતો. પોલીસે કારણ જાણવા તપાસ યથાવત રાખી છે.
(3:56 PM IST)










