તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Wednesday, 20th August 2025
કુવાડવાના ખીજડીયામાં વાડીએ વિજકરંટ લાગતાં દેવરાજભાઇ જેસાણીનું મોત

રાજકોટ તા. ૨૦: કુવાડવા નજીકના ખીજડીયા ગામે રહેતાં દેવરાજભાઇ ચનાભાઇ જેસાણી (ઉ.વ.૫૭) ગામમાં વાડીએ હતાં ત્યારે પાણીની મોટર ચાલુ કરવા જતાં વિજકરંટ લાગતાં બેભાન થઇ જતાં કાલાવડ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયોહ તો. મૃત્યુ પામનાર દેવરાજભાઇ ત્રણ ભાઇ અને સાત બહેનમાં વચેટ હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરી અને બે દિકરા છે. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.
(3:58 PM IST)










