News of Thursday, 21st August 2025
પિતૃ દેવતાભ્યો નમ

રાજકોટ : શનિવારે અમાસ છે. પરંતુ પિતૃઅોને તૃપ્ત કરવાના દિવસોનો આજથી જ પ્રારંભ થઇ ચુકયો છે. તેરસ, ચૌદસ અને અમાસ ઍમ ત્રણ દિવસ બહેનો પીપળે પાણી રેડવાનો લ્હાવો લ્યે છે. જયારે અમાસના દિવસે પુરૂષો પિતૃવંદના કરે છે. આખો શ્રાવણ માસ શિવજીની ભક્તિ કર્યા બાદ હવે શ્રાવણના વિરામ સમયે પિતૃતર્પણ કરીને ભાવિકો ધન્યતા અનુભવે છે. અમાસ નિમિતે પિતૃ દેવને પાણી અર્પણ કરવાની પ્રથા આપણે ત્યાં પ્રચલિત છે. બહેનો માટે આજથી પિતૃ તર્પણના દિવસો શરૂ થતા જ પીપળો, વડલો, ધ્રોખડ, તુલસી જેવા પવિત્ર વૃક્ષોને પાણી રેડી પિતૃ તર્પણ કરાયુ હતુ. વિશ્વેશ્વર મહાદેવ મંદિરે પિતૃતર્પણ કરતા બહેનો નજરે પડે છે. તસ્વીરો નજરે પડે છે. (તસ્વીર ઃ સંદીપ બગથરીયા) (૧૬.ર)
(11:07 AM IST)










