<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

ઈકાશા મલ્‍ટી ડિઝાઈનર સ્‍ટોર દ્વારા ૨૫મીએ ગ્રાન્‍ડ બ્રાઈડલ ફેશન શો

પ્રથમ વખત બ્રાઈડ અને તેમના પરિવારજનો ફેશન શો નો ભાગ બનશે, ૨૦ મોડેલ લગ્નના દરેક પ્રસંગ રજૂ કરશે, તા.૨૬-૨૭ના લાઈફ સ્‍ટાઈલ એક્‍ઝિબિશનઃ પત્રકાર પરીષદમાં વિગતો આપતા નિશા વડાલીયા

રાજકોટઃ લગ્ન એ દરેક જીવનનું સૌથી પવિત્ર અને યાદગાર ક્ષણ છે. એક એવો દિવસ, જેની યાદો હંમેશા દિલમાં જીવંત રહે છે. દુલ્‍હા-દુલ્‍હન અને તેમનો પરિવાર આખી જીંદગી સપના જુએ છે કે પરિવારનો લગ્ન પ્રસંગ અનોખો અને યાદગાર હોવો જોઈએ. આવા સપનાઓને સાકાર કરવા માટે રાજકોટનું ઈકાશા મલ્‍ટી ડીઝાઈનર સ્‍ટોર દ્વારા શહેરના રેજન્‍સી લગુન રિસોર્ટના બોલ રૂમમાં ઈકાશા બ્રાઈડલ એક્‍ઝીબીશન ફેશન શો ૨૦૨૫નું આયોજન કરવામાં આવ્‍યું છે.

આ અંગે યોજાએલ પત્રકાર પરીષદમાં વિગતો આપતા ઈકાશા મલ્‍ટી ડીઝાઈનર સ્‍ટોના ડાયરેક્‍ટર શ્રીમતિ નીશા વડાલીયા એ જણાવ્‍યું હતું કે અમારા દ્વારા ક્‍યુરેટેડ ઈકાશા, રાજકોટના ફેશન જગતમાં એક ઓળખાયેલું નામ છે. અહીં માત્ર આઉટફીટ્‍સ જ નથી, પરંતુ દરેક બ્રાઈડ અને ગ્રુમ  માટે પોતાની ઓળખ, પોતાની સ્‍ટોરી અને પોતાની લાગણીને વ્‍યક્‍ત કરતું બેસ્‍ટ આઉટફીટ મળે છે.૨૬ અને ૨૭ ઓગસ્‍ટે, રાજકોટના ઈકાશા મલ્‍ટીડીઝાઈનર સ્‍ટોર નાના મૌવા ખાતે ભવ્‍ય બે દિવસીય બ્રાઈડલ એક્‍ઝિબિશન યોજાશે. અહીં દેશભરના જાણીતા ડીઝાઈનર્સ પોતાની શ્રેષ્‍ઠ કૃતિઓ રજુ કરશે, આ સાથે, કલ્‍યાણ જ્‍લેલર્સ પોતાની અદભૂત કલાત્‍મક અને બેનમૂન જ્‍વેલરી રજૂ કરશે જેમાં બીકાનરી સ્‍ટાઈલથી માંડીને પોલકી મીનાકરી જ્‍વેલરી સુધી, જ્‍યાં પરંપરા અને આધુનિકતાનો સુન્‍દર મિલાપ જોવા મળશે.

એક્‍ઝીબીશન પહેલા, ૨૫ ઓગસ્‍ટે એક ફેશન શો નું આયોજન કરવામાં આવ્‍યું છે. ડાયરેક્‍ટર નિશા વડાલીયા જણાવે છે કે ફક્‍ત રજિસ્‍ટર્ડ બ્રાઈડ્‍સ ગ્રુમ્‍સ માટે જ હશે. અહીં ૨૦ મોડેલ્‍સ રેમ્‍પ પર લગ્નના દરેક પ્રસંગની કહાની રજૂ કરશે. હલ્‍દીની ખુશ્‍બુથી શરૂ કરીને સુફી નાઈટની જાદુઈ મોજ, સંગીતની રંગીન મસ્‍તી, રિસેપ્‍શનનો રોયલ આભાસ અને મંઢપની પવિત્ર ઘડી સુધી અને અંતે ગ્રાન્‍ડ ફિનાલેમાં સ્‍વપિનલ લગ્નનું રૂપ, આઉટફીટથી માંડીને જ્‍વેલરી, હેર અને મેકઅપ સુધી દરેક લુક એવો હશે કે દરેક બ્રાઈડ ગ્રુમ્‍સ પોતાના વિઝન અને પ્રેરણા લઈને નિકળશે.

ફશેન શો ૨૬ અને ૨૭ ઓગસ્‍ટના રોજ બે દિવસીય ગ્રાન્‍ડ લાઈફ સ્‍ટાઈલ એક્‍ઝિબિશનનું પણ આયોજન કરવામાં આવ્‍યું છે જ્‍યાં શોપિંગ વેડિંગ માટેનું સોલ્‍યુશન પણ બની રહેશે.

ફેશન શો માટે રજીસ્‍ટ્રેશન તેમજ એક્‍ઝિબિશનની વિશેષ માહિતી માટે ૯૯૦૯૯ ૦૨૦૦૫ પર સંપર્ક કરવો. પત્રકાર પરિષદમાં નિશા વડાલીયા ઉપરાંત હાઈબોન સિમેન્‍ટના ડાયરેક્‍ટર રાજનભાઈ વડાલીયા પણ ઉપસ્‍થિત રહ્યા હતા.ઉપરોક્‍ત તસ્‍વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે નિશા વડાલીયા અને શ્રી રાજનભાઈ વડાલીયા નજરે પડે છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૩૯)

(2:18 PM IST)