<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રૈયાના બંસીપાર્ક-ઇન્‍દ્રપ્રસ્‍થનગર-કામધેનુ પાર્ક ક્ષેત્રમાં વિકાસ પરવાનગી આપોઃ ધારાસભ્‍યની આગેવાની હેઠળ રજૂઆત

કલેકટરને આવેદનઃ બિલ્‍ડીંગ પ્‍લાન તાકિદે મંજુર થાય તેવી માંગણી

રાજકોટ, તા. ર૧: રૈયા રેવન્‍યુ સર્વે નં. ર૩૦, ર૩૧, ર૩ર ના બંસી પાર્ક, ઇન્‍દ્રપ્રસ્‍થનગર, કામધેનુ પાર્ક વગેરેના રહેવાસીઓએ ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહની આગેવાની હેઠળ કલેકટરને આવેદન પાઠવી રૈયાના રાજકોટના સર્વે નં. ર૩૦, ર૩૧, ર૩ર અને આજુબાજુના લાગુ સર્વે નંબરમાં વિકાસ પરવાનગી આપવા બાબતે માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યુ હતું કે રાજકોટ મહાનગરપાલિકામાં સમાવિષ્‍ટ બંસીપાર્ક, ઇન્‍દ્રપ્રસ્‍થનગર, કામધેનુ પાર્ક તેમજ આજુ બાજુના રૈયાના સર્વે નંબરમાં બીનખેતી પ્‍લોટ ઉપરના બિલ્‍ડીંગ પ્‍લાનની બાબતમાં એપ્રોચ ન મળવાના પ્રશ્નના કારણસર આ વિસ્‍તારમાં બિલ્‍ડીંગ પ્‍લાન મંજુર કરતા ન હોય તે બાબતે ભુતકાળમાં ર૦ર૦ સુધી જે રીતે પ્‍લાન મુકનારનું સોગંદનામું લખી પ્‍લાન મંજુર કરવામાં આવતા તે મુજબ ફરીથી પ્‍લાન મંજુર કરી આપે તેવી અમારી સર્વેની રજુઆત ધ્‍યાનમાં લઇ ઘટતુ કરવા વિનંતી છે

(2:27 PM IST)