<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

પીસીબીનો દરોડોઃ ૫.૯૦ લાખના વિદેશી દારૂ સાથે કિશોરસિંહની ધરપકડઃ રાજસ્‍થાની આપી ગયો'તો

કાલાવડ રોડ પરિમલ સ્‍કૂલ પાછળ સિલ્‍વર એવન્‍યુ શેરીના ૫૬ નંબરના મકાનમાં દરોડો એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાની બાતમી

રાજકોટ તા. ૨૧: શહેરમાં દારૂની રેલમછેલ રોકવા પીસીબીની ટીમો ફરી સક્રિય થઇ છે. વિદેશી અને દેરી દારૂના બે દરોડા પાડવામાં આવ્‍યા હતાં અને જથ્‍થા સાથે શખ્‍સોને પકડી લેવાયા હતાં. કાલાવડ રોડ પરીમલ સ્‍કૂલ પાછળ એક મકાનમાં ત્રાટકી ૫,૯૦,૩૧૫નો વિદેશી દારૂ ઝડપી લેવાયો હતો. આ દારૂનો જથ્‍થો રાજસ્‍થાનથી એક શખ્‍સ આપી ગયાનું ખુલતાં તેની તપાસ હાથ ધરવામાં આવી છે.

દારૂ-જૂગારની પ્રવૃતિ અટકાવવા પીસીબીની ટીમો પેટ્રોલીંગમાં હતી ત્‍યારે એએસઆઇ મહિપાલસિંહ ઝાલા, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ અને હેડકોન્‍સ. હરદેવસિંહ રાણાને બાતમી મળી હતી કે કાલાવડ રોડ પર પરિમલ સ્‍કૂલ પાછળ સિલ્‍વર એવન્‍યુ શેરી નં. ૩/૫ના ખુણે મકાન નંબર-૫૬માં દારૂનો જથ્‍થો ઉતર્યો છે. આ  બાતમીને આધારે ટીમ ત્‍યાં પહોંચી હતી અને ઘરમાં દરોડો પાડી તપાસ કરતાં રૂા. ૫,૯૦,૩૧૫નો રેડલેબલ, ઓલ સીઝન, રોયલ ચેલેન્‍જ, સિગ્નેચર, બ્‍લેન્‍ડર્સ પ્રાઇડ સહિતની અલગ અલગ બ્રાન્‍ડનો ૩૬૨ બોટલ દારૂ મળી આવતાં કબ્‍જે કરી કિશોરસિંહ ગજરાજસિંહ જાડેજા (ઉ.વ.૫૬-રહે. સિલ્‍વર એવન્‍યુ શેરી નં. ૩/૫)ની ધરપકડ કરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્‍યા મુજબ કિશોરસિંહ જાડેજાએ એવુ રટણ કર્યુ હતું કે દારૂનો આ જથ્‍થો વેંચવા માટે રાખ્‍યોહ તો અને રાજસ્‍થાનનો રાજેન્‍દ્ર નામનો શખ્‍સ આ દારૂ આપી ગયો હતો. ચોક્કસ વિગતો ઓકાવવા રિમાન્‍ડની તજવીજ હાથ ધરવામાં આવી છે.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયાની સુચનાથી પીસીબી પીઆઇ એમ. આર. ગોંડલીયા, પીએસઆઇ એમ. જે. હુણ, પી. બી. ત્રાજીયા, એએસઆઇ સંતોષભાઇ મોરી, મયુરભાઇ પાલરીયા, મહિપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્‍યામસિંહ ચોૈહાણ, હેડકોન્‍સ. કિરતસિંહ ઝાલા, કરણભાઇ મારૂ, વિરેન્‍દ્રસિંહ જાડેજા, હરદેવસિંહ રાણા, કુલદીપસિંહ જાડેજા, વિજયભાઇ મેતા, રાહુલગીરી ગોસ્‍વામી, ગિરીરાજસિંહ જાડેજા, કોનસ. યુવરાજસિંહ રાણા, દેવરાજભાઇ કલોતરા, વાલજીભાઇ જાડા, નગીનભાઇ ડાંગર, હિરેનભાઇ સોલંકી અને હિરેન્‍દ્રસિંહ પરમારે આ કામગીરી કરી હતી. રિમાન્‍ડ મળ્‍યા બાદ વધુ વિગતો બહાર આવશે. 

 

કુબલીયાપરામાંથી જતીનને ૨૮ હજારના દેશી દારૂ સાથે પકડી લેવાયોઃ કરણભાઇ મારૂ, રાહુલગીરીની બાતમી

ઞ્જ બીજી તરફ બીજા દરોડામાં પીસીબીના હેડકોન્‍સ. કરણભાઇ મારૂ, રાહુલગીરી ગોસ્‍વામીની બાતમી પરથી કુબલીયાપરા-૫માં આવેલા મકાનમાં દરોડો પાડી રૂા. ૨૮ હજારના ૧૪૦ લિટર દેશી દારૂ સાથે મુળ ગોંડલના સાંથળી વાંસાવડના જતીન જનકભાઇ સોલંકીને પકડી લેવાયો હતો.

(2:37 PM IST)