News of Thursday, 21st August 2025
થાક લાગે, હાફ ચડે, નબળાઈ લાગે, શરીર જાડુ થાય, પગમાં સોજા ચડે, વાળ ખરે તો સમજી જવું તમને થાયરોડ છેઃ ડો.કે.એમ.પટેલ
હાલ આ રોગ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે, આ રોગ મટતો નથી પણ તેને કંટ્રોલમાં રાખી શકાયઃ રવિવારે ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિરે નિઃશુલ્ક થાઈરોડ અને ડાયાબીટીસનો કેમ્પ

રાજકોટઃ થાઈરોડ હાલ સ્ત્રીઓમાં વધુ જોવા મળે છે. આ રોગ મટતો નથી પણ તબીબોની સલાહથી કાબુમાં રાખી શકાય છે. આ શબ્દો છે ડો.કે.એમ. પટેલના.
ફેમેલી ફિઝીશીયન એસોસીએશન રાજકોટના પૂર્વ પ્રમુખ ડો. કે.એમ.પટેલ જણાવે છે કે જો કોઈપણ વ્યક્તિને વારંવાર થાક લાગે, હાફ ચડે, નબળાઈ લાગે, શરીર જાડુ થાય, પગમાં સોજા રહે, વાળ ખરે તો સમજુ જવું કે તમને થાઈરોડની અસર છે. ચાર જાતના થાઈરોડ જોવા મળે છે. થાઈરોડ જેવા રોગોને ના થવા માટે આયોડીન યુક્ત મીઠાનો જ વપરાશ કરવો જોઈએ. કોઈપણ જાતના ડર કે ચીંતા રાખ્યા વગર સમયસર આ રોગનું નિદાન કરવાથી અને જાગૃતિ કેળવવાથી આ રોગને નાથી શકાય છે.
સ્વામી શ્રી સત્યપ્રકાશ ડો.કે.એમ.પટેલ (એમ.બી.બી.એસ) ડો.હિરેન પટેલ, મેકલોઈડસ ફાર્મા તેમજ ઓશો કલ્ચર સેન્ટર અબરીષ મોદીના સંયુક્ત ઉપક્રમે તા.૨૪ રવિવાર, સવાર ૮ થી બપોરના ૧ વાગ્યા સુધી ઓશો ગીતા નિવેદિતા ધ્યાન મંદિર કિશાનપરા ચોક, રાજુભાઈ ફુલવાળાની બાજુમાં રાજકોટ ખાતે નિઃશુલ્ક થાઈરોઈડ તપાસ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ સાથે ડાયાબીટીસ કેમ્પનું આયોજન થયું છે.
આ તપાસ કેમ્પમાં નામ નોંધાવવા અમરીશ મોદી (સ્વામી જીવન ઉત્સવ) (મો.૯૮૨૫૦ ૯૩૬૩૫, દિપકભાઈ ટાંક (સ્વામી જ્ઞાન દિપક) મો.૮૩૨૦૬ ૧૭૪૭૨નો સંપર્ક કરવો.
તસ્વીરમાં અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે સ્વામી શ્રી સત્યપ્રકાશ, ડો.કે.એમ.પટેલ, સ્વામી જીવન ઉત્સવ (અમરીશભાઈ) અને સ્વામી પ્રેમમુસાફીર (વિજયભાઈ ભુવા) નજરે પડે છે. (તસ્વીરઃઅભિજીત બગથરીયા)
(3:34 PM IST)










