હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 21st August 2025
ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા ફિલ્ડમાં: નવા કામોનું કર્યુ નિરીક્ષણ
રેલનગર વિસ્તારમાં નવા ગાર્ડન તથા આરોગ્ય કેન્દ્રનું કામ ઝડપી પરૂ કરવા સુચના

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં અંદાજિત રૂ.૯૦.૭૪ લાખના ખર્ચે રેલનગર મેઇન રોડ પર ગાર્ડન તથા રેલનગરમાં રૂ. ૩.૧૪ કરોડ ખર્ચે નવું આરોગ્ય કેન્દ્ર જેની સુવિધામાં (ગ્રાઉન્ડ ફલોર) પર ઓ.પી.ડી રૂમ, ફાર્મસી રૂમ, એકસ-રે રૂમ, લેબોરેટરી, મેલ-ફીમેલ વોર્ડ રૂમ તથા ટોઇલેટ બ્લોક તથા લીફટ (ફસ્ટ ફલોર) ઓ.પી.ડી રૂમ, રેકર્ડ રૂમ એડમીનીસ્ટ્રેશન ઓફિસની સુવિધા સાથે બનાવવામાં આવી રહ્યુ છે. કામગીરીની સમીક્ષા માટે સ્થળ પર ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા તથા નગર શિક્ષણ સમિતિના સભ્ય હિતેષભાઈ રાવલ સાથે ગાર્ડન અને આરોગ્ય કેન્દ્ર સ્થળ મુલાકાત કરેલ હતી, જે દરમ્યાન વોર્ડ નં.૩ના વોર્ડ એન્જીનીયર પાર્થભાઈ પરમારને વહેલી તકે આ કામગીરી પૂર્ણ થાય તે દિશામાં પ્રયત્નો કરવા સુચનો આપેલ હતા.
(3:42 PM IST)










