News of Thursday, 21st August 2025
નવા ઝોન માટે નવા ડે.મ્યુ.કમિશનરની જગ્યા ભરાશે
હાલ માત્ર બે.ડે. કમિશનર રેગ્યુલરઃ એક જગ્યા ખાલી અને એક ઇન્ચાર્જ

રાજકોટઃ તા.૨૧: શહેરને મનપા દ્વારા ત્રણ ભાગમાં વિભાજીત કરી લોકોની સુવિધા વધારવામાં આવી રહી છે. ત્યારે રાજકોટમાં ચોથો ઝોન બનાવવા મંજુરી મળતા કોઠારીયા રોડ ઉપર ઝોન ઓફીસ બનાવવા માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. કાલે મળનાર સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં ચોથા ઝોન માટે નાયબ મ્યુનિસીપાલ કમિશનરની જગ્યા માટે દરખાસ્ત મૂકવામાં આવી છે.
મનપામાં હાલ ૪ નાયબ મ્યુ. કમિશનરની જગ્યામાંથી ૨ રેગ્યુલરતથા ૧ ઇન્ચાર્જથી ગાડુ ગબડાવવામાં આવી રહયું છે. જયારે એક જગ્યા ખાલી છે. ત્યારે નવા બનતા ઝોન માટે અધિકારીની નિમણુંક કરવા દરખાસ્ત મૂકવામાં આવી છે. આમ મનપાના સેટઅપમાં કુલ ૫ ડે.મ્યુ.કમિશનર નિયમિત કરવામાં આવશે.
મહાનગરપાલિકામાં હાલ ત્રણેય ઝોન માટે ત્રણ ડે.કમિશનર કાર્યરત છે. પરંતુ દક્ષિણઝોનલ કચેરી ટૂંક સમયમાં શરૂ થવાની હોવાથી મહાનગરપાલિકાએ પ્રથમ વખત ડે.કમિશનરની ખાતાકિય ભરતી માટે જાહેર રાત કરી છે. જે અંતર્ગત આસી.કમિશનર તેમજ મેનેજર તરીકેની કામગીરીનો અનુભવ માંગવામાં આવ્યો છે. બિનઅનામત કેટેગરીની ડે.કમિશનરની એક જગ્યા ભરવામાં આવશે.
રાજકોટ શહેર ત્રણ ઝોનમાં વિભાજીત કરવામાં આવ્યુ છે. સેન્ટ્રલ, ઇસ્ટ અને વેસ્ટ કચેરી માટે ડે.કમિશનરની નિમણુક કરવામાં આવી છે. પરંતુ શહેરનો વ્યાપ વધતા ચોથી ઝોનલ કચેરીની જરૂરીયાત ઉભી થતા કોઠારીયા વિસ્તારમાં નવી દક્ષિણઝોન કચેરી તૈયાર કરવા કાર્યવાહી હાથ ધરાઇ છે અને આ ઝોનલ કચેરી ખાતે અન્ય સ્ટાફની સોથોસાથ ડે.કમિશનરની નિમણુક કરવાની હોવાથી મનપાએ બિન અનામત નાયબ મ્યુ.કમિનરની એક જગ્યા ભરવા માટે ખાતાકિય ભરતીની જાહેરાત કરી છે.
જેમાં આસી.કમિશનર તરીકેની કામગીરીનો પાંચ વર્ષનો અનુભવ અથવા મેનેજર તરીકેની કામગીરીનો ૧૦ વર્ષનો અનુભવ ઉમેદવારની લાયકાત હોવાનુ જણવામાં આવ્યુ છે. એક જગ્યા ભરવામા આવશે. ભરતી માટેની દરખાસ્ત આવતી કાલની સ્ટેન્ડિંગમાં મજૂર માટે રજુ કરવામાં આવી છે.
આમ મનપામાં હાલ કાર્યરત અધિકારીઓ આ ખાતાકીય ભરતી માટે લાયકાત ધરાવે છે. જેથી તેઓ પણ ડે. મ્યુ. કમિશનર માટે ઉમેદવાર તરીકે ખાતાકીય ભરતીમાં અરજી કરે તેવી શકયતા છે.
(3:59 PM IST)










