<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

આર્ટ ગેલેરીના ભાડામાં ધરખમ ઘટાડોઃ રૂા. રપ૦૦ થી રૂા. ર૦ હજાર સુધીનો ચાર્જ

કાલે મનપાની સ્‍ટેન્‍ડીંગ કમીટી બેઠકઃ પર દરખાસ્‍ત : ગત સ્ટેન્ડીંગમાં રૂ. પ હજારથી રૂ. ૩૦ હજાર ભાડા નક્કી કરાયા હતાઃ ટીકીટ વિના અને ટીકીટ સાથેના ચિત્ર પ્રદર્શનના દર અંગે કાલે નિર્ણય : ઇસ્કોન મંદીરથી ફનબ્લાસ્ટ સુધીનો રોડ લાઇટથી ઝળહળશેઃ વોર્ડ નં. ૪ માં મહિલાઓ માટે હોકર્સ ઝોન બનાવાશે : મધુવન વિસ્તારમાં પાર્ટી પ્લોટ સહિત વિવિધ વિકાસકામો અંગે થશે નિર્ણય

રાજકોટ, તા.,૨૧: આવતીકાલે મળનાર મ્‍યુનિ. કોર્પોરેશનની સ્‍ટેન્‍ડીંગ કમીટી બેઠકમાં મુખ્‍યમંત્રી ગ્રીનરીંગ રોડ વિકાસ યોજના અંતર્ગત નવા રીંગરોડ-૨ના પેકેજ એકથી ત્રણ માટે રૂા.૧૨૦,૭૯ કરોડની ગ્રાન્‍ટ સરકાર પાસે માંગવાની  રેસકોર્ષમાં નવા નિર્માણ પામેલ શ્‍યામપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીના ડીપોઝીટ તથા ભાડાના દર રીવાઇઝ કરવા માટેની દરખાસ્‍ત તેમજ ગત સ્‍ટે.માં પેન્‍ડિંગ રહેલ અન્‍ય દરખાસ્‍તો  તથા શહેરના બીજા રીંગ રોડ પર ફન બ્‍લાસ્‍ટથી ઇસ્‍કોન મંદિર સુધીના નવા રોડ પર એલ.ઇ.ડી. લાઇટ નાંખવા, વોર્ડ નં. ૪ માં મહિલા હોકર્સ ઝોન, પાર્ટી પ્‍લોટ બનાવવા સહીતની પર દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે.

બીજો રીંગ રોડને હરીયાળો ટચ

અપાશેઃ ૧ર૧ કરોડના ગ્રાન્‍ટની માંગ

શહેરના બીજા  રીંગરોડને સ્‍વર્ણિમ જયંતિ મુખ્‍યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્‍યમંત્રી ગ્રીન રીંગ રોડ વિકાસ યોજના અન્‍વયે આગળનું કામ ચાલુ કરવા માટે સરકાર પાસે રૂા.૧૨૦.૭૯ કરોડની ગ્રાન્‍ટ માંગવામાં આવી છે. આ યોજના અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા-વેસ્‍ટઝોન હેઠળનો ૧૫૦ રીંગ રોડ-૨ જામનગર રોડથી સ્‍માર્ટ સિટી સુધી (પેકેજ-૧)સિવિલ વર્ક તથા ગાર્ડનીંગ વર્ક, સ્‍માર્ટ સિટીથી કટારીયા ચોક સુધી (પેકેજ-૨) સિવિલ વર્ક તથા ગાર્ડનીંગ વર્ક, કટારીયા ચોકથી કણકોટ રોડ રાજકોટ મહાનગરપાલિકાની હદ સુધી (પેકેજ-૩)સિવિલ વર્ક તથા ગાર્ડનીંગ વર્ક સહિતના કામ માટેની દરખાસ્‍ત કાલે સ્‍ટેન્‍ડિંગમાં મજૂર કરી સરકારમાં મોકલવામાં આવશે.

આર્ટગેલેરીના નવા દર

રેસકોર્ષ ખાતે શ્‍યામાપ્રસાદ મુખર્જી આર્ટ ગેલેરીનું નવનિર્માણ થયેલ છે. જેમાં ત્રણ વિભાગ બનાવવામાં આવ્‍યા છે. આ આર્ટ ગેલેરી ભાડે આપવામા માટે તેમજ ડિપોઝીટની ફી નક્કી કરવા માટે સંકલન કરવામા આવેલ ત્‍યારબાદ દરખાસ્‍ત તૈયાર કરવામાં આવી છે. જે મુજબ કલા વિષયક પ્રર્દશનો જેમા ટિકીટ ન હોય તેમા ગેલેરી અબક માટે રૂા. ૫૦૦૦થી રૂા. ૧૫૦૦૦ જયારે ફી અથવા ટીકીટ રાખવામાં આવી હોય ત્‍યારે ભાડુ ૧૦,૦૦૦થી ૨૦,૦૦૦ સોમથી ગુરુવાર સુધીનુ તેવી જ રીતે શુક્રથી રવિવાર સુધીમાં યોજાનાર કાર્યક્રમોમાંથી ટીકીટ ન હોય તેના માટે ગેલેરી અ બ ક માટે રૂા. ૭૦૦૦થી ૨૦,૦૦૦ ડિપોઝીટ અને એટલુ જ ભાડુ તથા મેટેન્‍સ રૂા.૨૦૦૦, સફાઇ ચાર્જ રૂા.૧૫૦૦, સિકયુરીટી ચાર્જ ૧૫૦૦, એડમીન ચાર્જ રૂા.૨૦૦૦ પ્રતિગેલેરી નક્કી કરવામાં આવેલ જેમા હવે ધટાડો કરી ટીકીટ વગરના પ્રર્દશનોમાં ડિપોઝીટ ૫થી ૧૦ હજાર અને ભાડાનો દર ૨૫૦૦થી ૫૦૦૦ કરવામાં આવશે તેમજ ભાડુ ટીકીટ દરમાં રૂા. ૭૦૦૦થી ૧૬,૦૦૦ સોમવારથી ગુરુવાર સુધી અને શનિવારથી રવિવાર સુધીમાં રૂા.૮૦૦૦થી ૨૦,૦૦૦ ભાડુ નીયત કરવામાં આવ્‍યું છે. જેની સામે અગાઉ મેન્‍ટેનન્‍સ સફાઇ ચાર્જ અને સિકયુરીટી ચાર્જ નિયત કરેલ જે સંપૂર્ણ પણ રદ કરવામાં આવ્‍યો છે.

૩.૮૮ કરોડના ખર્ચ રોડ રસ્‍તા બનશે

શહેરના વોર્ડ નં. ૬ માં માંડાડુંગર વિસ્‍તારમાં આવેલ માધવ વાટિકા સોસાયટીમાં, મહીકા રોડ પર દીનદયાલ ઇન્‍ડસ્‍ટ્રીઝમાં ડામર કાર્પેટ કરવાનું તથા નેશનલ હાઇવેથી ગોકુલ વિદ્યાલય અને રામ પાર્કથી આર.એમ.સી. લીમીટ સુધી મહીકા રોડ (ફેઇઝ-૨), સંતકબીર રોડ પર ગોકુલનગર મેઈન રોડથી જલગંગા સર્કલ (ફેઇઝ-૨), ભાવનગર રોડ પર ચુનારાવાડ ચોકથી પારેવડી ચોક સુધી બાકી રહેતા ભાગમાં (ફેઇઝ-૨), તથા જૈન દેરાસર રોડ પર ડામર રીકાર્પેટ કરવાનું કામ ૩.૮૮ કરોડના ખર્ચ કરવામાં આવશે અગાઉ પાંચ પાંચ વખત ટેન્‍ડર કરવામાં આવેલ.

વોર્ડ નં.૪માં બનશે મહિલા હોકર્સઝોન

નાના ધંધાર્થીઓ માટે મનપા દ્વારા હોકર્સઝોન બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ મહિલાઓ પગભર થાય તે માટે અગાઉ વેસ્‍ટઝોનમાં મહિલા હોકર્સઝોન બનાવ્‍યા બાદ ઇસ્‍ટઝોનમાં વોર્ડ નં.૪માં ટીપી સ્‍કીમ નંબર ૧૩માં ૮૦ ફૂટ રોડ પાસે આવેલ ભોલેનાથ રેસીડેન્‍સી રોડ પર મહિલાઓ માટે રૂા. ૭૬.૯૦ લાખ ખર્ચે હોકર્સઝોન તૈયાર કરવામાં આવશે. જેમાં ફકત મહિલાઓને જ જગ્‍યા ફાળવવામાં આવશે. જેની દરખાસ્‍ત આવતીકાલની સ્‍ટેન્‍ડિંગમાં મંજૂર કરી કામ શરૂ કરવામાં આવશે.

૯.૨૦ કરોડના ખર્ચે ૮ રેસ્‍કયુ વાહન વસાવાશે

મનપાના ફાયર વિભાગ માટે રૂા. ૯.૨૦ કરોડના ખર્ચે ૮ નંગ રેસ્‍કયુ વ્‍હિકલ ખરીદીવાની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. ત્‍યારે રૂા. ૧.૧૫ કરોડના એક રેસ્‍કયુ વ્‍હિકલની ખરીદી માટે એસટીમેન્‍ટ તૈયાર કરવામાં આવેલ તેમા એક વાહનના અલગ અલગ ભાવ રજૂ થયા છે. આથી સૌથી ઓછા રૂા. ૧.૧૫ કરોડના પ્રતિ વ્‍હિકલના ભાવ ભરનાર એજન્‍સીને તમામ આઠ નંગ રેસ્‍કયુ વ્‍હિકલ ખરીદવાનુ રૂા.૯.૨૦ કરોડનુ કામ આપવામાં આવશે.

વોર્ડ નં.૪મા બનશે

વધુ ૨ પાર્ટી પ્‍લોટ

મનપા દ્વારા હાલની માંગ મજૂબ અલગ અલગ વિસ્‍તારોમાં પાર્ટી પ્‍લોટ બનાવવાની શરૂઆત કરી છે. જે અંતર્ગત હવે વોર્ડ નં.૪માં ટીપી સ્‍કીમ નં.૧૨માં એ.પી નં.૯૪-૯૫ મધુવન મેઇન રોડ એચપી પેટ્રોલપંપની પાછળ આવેલી હયાત પ્‍લોટમાં ૧૦,૩૬૧ ચોરસ મીટરમાં બે પાર્ટી પ્‍લોટ બનાવવામાં આવશે જેનો ખર્ચ રૂા. ૪.૯૬ કરોડ થવા જાય છે. આ બંને પાર્ટી પ્‍લોટમાં કમાપાઉન્‍ડ હોલ, સ્‍ટોર રૂમ, વોશ એરીયા, લોન એરીયા, ર્પાકિંગ એરીયા, વર-વધુનારૂમ, સ્‍ટોરરૂમ, ટોયલેટ, કિચન વગેરે સુવિધા ઉપલબ્‍ધ કરવામાં આવશે.

આ ઉપરાંત કાલની સ્‍ટેન્‍ડિંગમાં લાઇન ઓફ પબ્‍લિક સ્‍ટ્રીટ અંતર્ગત રોડ પહોળો કરવા માટે અસરગ્રસ્‍તોને વૈકલ્‍પિક વળતર આપવાની દરખાસ્‍ત સંભવત મંજૂર કરવામાં આવશે. તથા શહેરના અલગ અલગ વિસ્‍તારમાં પેવિંગ બ્‍લોક નાખવાની તેમજ ૧૮ મીટરના ટીપી રોડ ડિઝાઇન તૈયાર કરવા તેમજ રેસકોર્ષ સંકૂલમાં આવેલી ફૂટબોલ ગ્રાઉન્‍ડ ખાતે રેઇન ગન સ્‍પ્રીકલર ઇરીગેશન સીસ્‍ટમ સપ્‍લાય ઇન્‍સ્‍ટોલેશન ટેસ્‍ટીંગ સહિતનો કોન્‍ટ્રાક્‍ટ આપવા માટે તેમજ પંમ્‍પીગ સ્‍ટેશનના મેન્‍ટેનન્‍સ કામ તથા વોર્ડ નં.૧૮માં કોઠારીયામાં ટીપી ૩૮-૩૯ તેમજ ઇન્‍ડસ્‍ટ્રીયલ અને રેસીડેન્‍ડ વિસ્‍તારોમાં ડ્રેનજ લાઇન તથા મેઇન હોલ બનાવવા માટે અને વોર્ડ નં.૪માં નવનિર્મિત હાઇસ્‍કૂલ બિલ્‍ડિંગની સોંપણી જિલ્લા શિક્ષણ અધિકારીને કરવા સહિતની દરખાસ્‍તો અંગે નિર્ણય કરવામાં આવશે.

ચોમાસામાં પડેલ ખાડાઓ પુરવા ૧.૯૦ કરોડનો ખર્ચ

શહેરમાં પ્રથમ વરસાદથી મોટાભાગના વિસ્‍તારોમાં ખાડાઓનુ સામ્રાજ્‍ય છવાઇ ગયુ છે. ભારે ઉહાપો બોલ્‍યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી રૂપે પેચવર્ક કામ કરવામાં આવ્‍યુ હતું અને હવે તમામ ખાડાઓ જેટ પેચર મશીનથી પૂરવા માટે સ્‍ટેન્‍ડર કરવામા આવેલ. અલગ અલગ વિસ્‍તારોમાં ૧૮ હજાર ચોરસ મીટર રસ્‍તા પર થયેલા ખાડાઓ જેટ પેચર મશીનથી પૂરવા માટે ૨૦૦૦૦ કિલો રેડીમીકસ પેચવર્ક કોલ્‍ડ મીકસ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવશે. જેનો ખર્ચ રૂા. ૧,૯૦,૪૨,૯૬૫ થવા જાય છે. ટેન્‍ડર મંજૂર થયા બાદ આવતી સ્‍ટેન્‍ડિંગમાં દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. જેને મંજૂર મળ્‍યે ખાડા પૂરવાનુ કામ શરૂ કરવામાં આવશે.

ચોમાસામાં પડેલ ખાડાઓ પુરવા ૧.૯૦ કરોડનો ખર્ચ
શહેરમાં પ્રથમ વરસાદથી મોટાભાગના વિસ્તારોમાં ખાડાઓનુ સામ્રાજ્ય છવાઇ ગયુ છે. ભારે ઉહાપો બોલ્યા બાદ પ્રથમ તબક્કાની કામગીરી રૂપે પેચવર્ક કામ કરવામાં આવ્યુ હતું અને હવે તમામ ખાડાઓ જેટ પેચર મશીનથી પૂરવા માટે સ્ટેન્ડર કરવામા આવેલ. અલગ અલગ વિસ્તારોમાં ૧૮ હજાર ચોરસ મીટર રસ્તા પર થયેલા ખાડાઓ જેટ પેચર મશીનથી પૂરવા માટે ૨૦૦૦૦ કિલો રેડીમીકસ પેચવર્ક કોલ્ડ મીકસ મટીરીયલનો ઉપયોગ કરવામાં આવશે. જેનો ખર્ચ રૂ. ૧,૯૦,૪૨,૯૬૫ થવા જાય છે. ટેન્ડર મંજૂર થયા બાદ આવતી સ્ટેન્ડિંગમાં દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જેને મંજૂર મળ્યે ખાડા પૂરવાનુ કામ શરૂ કરવામાં આવશે.

(4:14 PM IST)