News of Thursday, 21st August 2025
છાત્રો માટે વન્યજીવ વિષયક પરીક્ષા
ધો. ૫ થી કોલેજના એક લાખ છાત્રો-છાત્રાઓ પરીક્ષા આપશેઃ નવરંગ કલબ દ્વારા નિશુલ્ક આયોજન : ‘ અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે નવરંગ કલબના વી.ડી. બાલા, ઉર્વેશ પટેલ, નરેશ નકુમ, નવનીત અગ્રાવત, અર્જુન ઝુંડાળા, અક્ષય મહેતા નજરે પડે છે.

રાજકોટ, તા.૨૧: વન્યજીવ સપ્તાહની ઉજવણી અંતર્ગત નવરંગ નેચર ક્લબ - રાજકોટ દ્વારા વન્યજીવ પરીક્ષાનું આયોજન થયું છે.
ભારતીય વન નીતિ મુજબ કુલ જમીન ના ૩૩્રુ વિસ્તાર માં જંગલો હોવા જોઇએ પરંતુ ગુજરાત રાજ્ય માં ૧૦% જ જંગલો છે, તેને સાચવવા ની જવાબદારી સરકારી રાહે થતી હોય છે પરંતુ બાકી ના ૯૦% વિસ્તાર માં લોકો રહે છે ત્યાં વન્યજીવો, વનસ્પતિ, કુદરતી સંપતિ નું મહત્વ સમજાય અને આ ૯૦% વિસ્તાર માં વધુ માં વધુ વળક્ષો વવાય, વન્યજીવો ની કાળજી લેવાય, પોતાના ખેતર માં એક લાઇન જુવાર/બાજરા નું વાવેતર પક્ષીઓ માટે કરતાં થાય અને કુદરતી સંપતિનો વિવેકભર્યો ઉપયોગ કરતાં થાય તે માટે વિદ્યાર્થી અવસ્થામાં વન્યજીવી પ્રત્યે જાગળતિ કેળવાય, વિવિધ પોષણકળીઓ માં વન્યજીવો નું મહત્વ શું છે તેની જાણકારી મળે, પક્ષીઓ આપણને કેવી રીતે ઉપયોગી છે. વન્યજીવો ના રહેઠાણ નું મહત્વ સમજાય અને અનુકંપા જાગે. પળથ્વી પર ના સૌથી બુદ્ધિશાળી પ્રાણી (માનવી) વન્યજીવો ને પળથ્વી પર રહેવાની અને વળદ્ધિ કરવાનો અધિકાર બક્ષે તેવા હેતુ થી નવરંગ નેચર ક્લબ - રાજકોટ એક લાખ વિદ્યાર્થીઓ ની વિનામૂલ્યે લેખિત માં કસોટી લેવા માંગે છે. જેના નિયમો નીચે મુજબ છે,
૧) ધોરણ ૫ થી કોલેજ સુધી ના વિધ્યાર્થીઓ ભાગ લઇ શકશે. - ધોરણ ૫ થી ૮ માટે પ્રશ્નપત્ર - ધોરણ ૯ થી ૧૨ માટે પ્રશ્નપત્ર - કોલેજ વિધ્યાર્થી માટે પ્રશ્નપત્ર ૨) પ્રશ્નપત્ર
જેતે સ્કૂલ ને ઇલેકટ્રોનિક મધ્યમ થી પહોંયાડી આપવામાં આવસે ૩) પ્રશ્નપત્ર મેળવવા માટે વહેલી તકે મો. ૯૪૨૭૫૬૩૮૯૮ નંબર પર સંપર્ક કરવો. ૪) કસોટી પોતાની સ્કૂલ માં લેવાની રહેશે. ૫) પ્રશ્નપત્રો ની ચકાસણી સ્કૂલ દ્વારા કરવાની રહેશે.૬) વિદ્યાર્થીઓ માટેપ્રશ્નપત્ર ને અનુરૂપ વાર્તાલાપ જે તે શાળા એ પોતાની સ્કૂલ માં ગોઠવવાનો રહેશે. ૭) ૦૨/૧૦/૨૦૨૫ થી ૦૮/૧૦/૨૦૨૫ (વન્યજીવ સપ્તાહ દરમિયાન) પરીક્ષા લઈ લેવાની રહેશે. વધારે વિગતો માટે વી.ડી. બાલા પ્રમુખ, નવરંગ નેચર ક્લબ -રાજકોટ મો. ૯૪૨૭૫ ૬૩૮૯૮ નો સંપર્ક થઇ શકે છે. (
(3:52 PM IST)










