<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રાજકોટને મળશે સાત નવી AC પ્રીમિયમ લક્ઝરી બસ : મુસાફરોને વધુ આરામદાયક સેવાઓ ઉપલબ્ધ બનશે

સાંસદો અને ધારાસભ્યોની ઉપસ્થિતિમાં કાલે સવારે ST બસ પોર્ટ ખાતેથી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવશે : ભાવનગર, ઉના અને દીવના રૂટ પર શરૂ થશે સેવા

રાજકોટ : ગુજરાતની જનતાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારીયુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે હેતુથી, રાજ્યના ST નિગમ દ્વારા 100 નવી AC પ્રીમિયમ લક્ઝરી બસ સેવાઓમાં મૂકવામાં આવી રહી છે. જેમાંથી સાત બસ રાજકોટ વિભાગને ફાળવવામાં આવી છે. આ બસોને આવતીકાલે, 22 ઓગસ્ટ, શુક્રવારના રોજ સવારે 10 કલાકે રાજકોટ બસ પોર્ટ ખાતેથી સાંસદ પુરુષોતમભાઈ રૂપાલા, ધારાસભ્યો ડો. દર્શિતાબેન શાહ, ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા અને અન્ય મહાનુભાવોના હસ્તે ફ્લેગ ઓફ આપીને પ્રસ્થાન કરાવવામાં આવશે.
આ નવી બસ સેવાઓ રાજકોટથી શરૂ થશે અને વિવિધ સ્થળોને જોડશે. રાજકોટથી ભાવનગરનું ભાડું ₹304 રહેશે, જે સરધાર, આટકોટ, બાબરા, ઢસા, સોનગઢ, અને સિહોર થઈને જશે. આ જ રીતે, રાજકોટથી ઉનાનું ભાડું ₹544 નક્કી કરવામાં આવ્યું છે, જેનો રૂટ વીરપુર, જૂનાગઢ, કેશોદ, ગડુ, વેરાવળ, સોમનાથ અને કોડીનાર થઈને પસાર થશે. આ ઉપરાંત, રાજકોટથી દીવનું ભાડું ₹579 રહેશે, જે ઉનાના માર્ગ પર જ મુસાફરી કરશે. આ તમામ રૂટ પર પરત મુસાફરીની સેવા પણ ઉપલબ્ધ રહેશે, તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ના વિભાગીય નિયામકની યાદીમાં જણાવાયું છે. આ નવી બસો મુસાફરોને વધુ આરામદાયક અને ઝડપી પરિવહનનો અનુભવ પૂરો પાડશે.

(7:51 PM IST)