<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

હવે પાંચમીએ ઇદેમીલાદ

જૂનમાં ઇદુલ અદહા, જૂલાઇમાં આશૂરાહ અને ઓગષ્‍ટમાં ઉર્ષે રઝા ઉજવાયા બાદ તહેવારોની પરંપરાઃ તા. ર૪ થી લતેલતે અને મસ્‍જીદોમાં દુરૂદખ્‍વાની તથા વાઅઝના કાર્યક્રમોઃ પૈગમ્‍બર જયંતિ ઉજવવા મુસ્‍લીમ સમાજમાં ઉત્‍સાહ : ર૪મી રવિવારે સાંજે ચંદ્રદર્શનઃ આ વખતે ઇદેમીલાદ શુક્રવારે

 

રાજકોટ, તા. રરઃ હાલમાં ઇસ્‍લામી માસ સફર ચાલી રહયો છે જેની ર૯ મી તારીખે રવિવારે આકાશમાં ચંદ્રદર્શન નિヘતિ હોઇ સોમવારથી રબી ઉલ અવ્‍વલ માસ શરૂ થઇ જશે અને આજ મહીનાની ઇસ્‍લામી ૧ર મી તારીખે જગદુધ્‍ધારક હઝરત મુહંમદ સાહેબની જન્‍મજયંતી હોઇ ઇદેમીલાદના સ્‍વરૂપમાં ઉજવવા મુસ્‍લીમ સમાજમાં ઉત્‍સાહ પ્રવર્તે છે.

ગત જુન માસમાં ઇદુલઅદહા, જુલાઇ માસમાં મર્હોરમ-આશુરાહ, ઓગષ્‍ટમાં ઉર્ષે રઝા સહીતના તહેવારો ઉજવાયા બાદ તહેવારોની પરંપરામાં હવે પાંચમી સપ્‍ટેમ્‍બરના મુસ્‍લીમ સમાજનો સૌથી મોટો તહેવાર ઉજવવામાં આવશે.

પૈગમ્‍બર જયંતી અંતર્ગત દર વર્ષે ૧ર દિ'નો ઉત્‍સવ ઉજવાય છે. જે મુજબ રવિવારે સાંજે ચંદ્રદર્શન થતાની સાથે જ મસ્‍જીદોમાં દરૂદ શરીફનું પઠન અને અનેક મુસ્‍લીમ વિસ્‍તારોમાં જાહેર વાઅઝના ૧ર દિ'ના સળંગ કાર્યક્રમ યોજાતા હોય છે.

બીજી તરફ આ વખતે ઇદે મીલાદ શુક્રવારના દિવસે ઉજવાશે. અત્રે એ નોંધનીય છે કે, પૈગમ્‍બર સાહેબનો જન્‍મ ૧પ૦૦ વર્ષ પહેલા અરબસ્‍તાનના મક્કા શરીફ નામના શહેરમાં થયો હતો.

દરમિયાન કાદરીયા ગ્રુપ દ્વારા રઝાનગર (જંગલેશ્વર)માં ગૌષિયાહ મસ્‍જીદ પાસે તવક્કલ ચોકમાં ૧ર દિ' કાર્યક્રમ યોજાયો છે. જેમાં દરરોજ રાત્રે ગુજરાતના જાણીતા વકતા મૌલાના શકીલ અહેમદ (અમદાવાદ) ગુજરાતી ભાષામાં તકરીર કરશે.

આ ઉપરાંત ગુલામાને હસનો હુસેન કમિટી દ્વારા ભગવતીપરા ખાતે હઝરત મૌલાના સૈયદ ગુલામ ગૌષ રઝવી (પુના) તથા પ્રથમ જ વાર મુફતી હસ્‍નૈનરઝા મન્‍ઝરી/ બરૈલી સરીફ / છ-છ દિવસ વાસઝ કરશે.

પંજેતન સબિલ કમિટી દ્વારા હુસેની ચોકમાં મૌલાના અરસીદ શાહિદી ત્રણદિ', હાફિઝ ફૈઝુલ હસન (જામનગર) ત્રણદિ' તથા મુફતી સૈયદ રિઝવાન હુસૈન રિફાઇ (મુંબઇ) છ દિ' તકરીર કરનાર છે.

ઇદે મીલાદ ઉજવણી અંતર્ગત ખાસ કરીને એ દિવસે જુલૂસ નિકળે છે જેના માટે પણ ગામે ગામ તૈયારીઓ શરૂ થઇ ચૂકી છે.

અત્રે એ નોંધનીય છે કે, હાલમાં વરસાદી વાતાવરણ હોઇ આગામી ચંદ્રદર્શનનો અભાવ સર્જાવાની પૂરી શકયતા રહેતી હોય એ ઉપરાંત ગુજરાતમાં કયાંય ચંદ્રદર્શન જોવા ન મળે તેવો વર્તારો હોઇ આમ છતાં શુક્રવારના દિવસે ઇદેમીલાદ ઉજવાય એ પૂર્ણ સંભાવના છે.

(1:19 PM IST)