News of Friday, 22nd August 2025
રીબડા ફાયરીંગ પ્રકરણમાં હાર્દિકસિંહના સાગ્રીત રાજકોટના રવિ ગમારાની ધરપકડ
અગાઉ ફાયરગિંનો પ્લાન નિષ્ફળ જતા હાર્દિકસિંહે રવિને પિસ્તોલ સાચવવા આપી'તી

રાજકોટ, તા., ર૨ : રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવવાના પ્રકરણમાં પાંચ દિ'ના રિમાન્ડ પર રહેલા મુખ્ય આરોપી હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજા રે. મુળ અડવાળના સાગ્રીત રાજકોટના શખ્સની તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.
રીબડામાં અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ ઉપર ફાયરીંગ કરાવવાના ગુન્હામાં રીમાન્ડ પર રહેલ હાર્દિકસિંહ જાડેજાની પુછતાછમાં રાજકોટ સ્થિત સાગ્રીત રવિ ગમારા (રહે. યુનિવર્સિટી રોડ, રાજકોટ)નું નામ ખુલતા તેની તાલુકાના પીઆઇ અજીતસિંહ પરમાર તથા પીએસઆઇ રાજદીપસિંહ જાડેજાએ ધરપકડ કરી હતી.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ હાર્દિકસિંહે અગાઉ રાજદીપસિંહ રિબડા અને પીન્ટુ ખાટડી ઉપર ફાયરીંગ કરવાના બનાવેલા પ્લાન નિષ્ફળ જતા શાર્પ શુટરો પાસેથી પિસ્તોલ લઇ રાજકોટ સ્થિત તેના સાગ્રીત રવિ ગમારાને સાચવવા આપી હોય મદદગારી સબબ તેની ધરપકડ કરાઇ છે. હાર્દિકસિંહની પુછતાછમાં વધુ સાગ્રીતોના નામ ખુલે તેવી વકી છે.
(12:01 PM IST)










