<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

માંડાડુંગર પાસે રિક્ષાચાલક ઇમ્‍તિયાઝ પર પૈસા મામલે હુમલો

ઉછીના લીધેલા ૫૦૦ પાછા ન આપી શકતાં ડખ્‍ખો

રાજકોટ તા. ૨૨: આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર નજીક ૨૫ વારીયામાં રહેતાં રિક્ષાચાલક યુવાન ઇમ્‍તિયાઝ શાહમદાર (ઉ.વ.૪૦)ને સાંજે ઘર પાસે હતો ત્‍યારે તેની પત્‍નિ મુનીબેનના કુટુંબી ભત્રીજા સંજય, સંજયના બનેવી કિશન સહિતે મળી ધોકા-ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ થતાં આજીડેમ પોલીસને જાણ કરાઇ હતી.

ઇમ્‍તિયાઝના કહેવા મુજબ તેણે મુની સાથે લવમેરેજ કર્યા છે. પોતે રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે. પત્‍નિના ભત્રીજા પાસેથી રૂા. ૫૦૦ ઉછીના લીધા હોઇ હાલમાં ધંધો ચાલતો ન હોઇ પાછા આપી શક્‍યો નહોતો. તેણે પૈસાની ઉઘરાણી કરી ઝઘડો કરી હુમલો કર્યો હતો.

(2:39 PM IST)