<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળીની ભવ્‍ય હરણફાળ : બ્રાન્‍ચ-૨ નો શુભારંભ

જીવરાજપાર્ક વિસ્‍તારમાં નવી બ્રાન્‍ચઃ વિશાળ ટર્નઓવર અને ૫૫૮૫થી વધુ સભાસદો સાથે મંડળીની અપ્રતિમ સફળતા આમ રાજકોટની શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી તેની સફળતાના શિખરે પહોંચીને જીવરાજપાર્ક ખાતે તેની બીજી બ્રાન્‍ચનો શુભારંભ ૨૪-૮-૨૦૨૫ના રોજ કરશે. આ મંડળીએ ટૂંકાગાળામાં રૂ. ૨૧.૨૭ કરોડથી વધુનું ટર્નઓવર અને ૫૫૮૫થી વધુ સભાસદો સાથે નોંધપાત્ર પ્રગતિ કરી છે. સભાસદોને ૧૫% ડિવિડન્‍ડ, હોમલોન, ગોલ્‍ડ લોન, અને ૩૬૫ દિવસ ખુલ્‍લી રહેતી ટોકન ડિપોઝીટ પર લોકર જેવી સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આ ઉદ્ધાટન સમારોહમાં અનેક રાજકીય, સહકારી અને સામાજિક મહાનુભાવો ઉપસ્‍થિત રહેશે અને સભાસદોને તેમના ઓરિજિનલ શેર સર્ટિફિકેટ રજૂ કરવા પર ભેટ પણ આપવામાં આવશે. આ મંડળી ટૂંક સમયમાં ત્રીજી બ્રાન્‍ચ પણ શરૂ કરવાની યોજના ધરાવતી હોવાનું એક યાદીમાં જણાવાયું છે. ‘નાના માણસોની મોટી મંડળી'ના સૂત્રને સાર્થક કરતા હોમલોન, મોર્ગેજ લોન અને ગોલ્‍ડ લોન જેવી સુવિધાઓ ખૂબ જ ઝડપી ગતિએ પૂરી પાડે છેઃ આ મંડળી ૩૬૫ દિવસ ખુલ્‍લી રહે છેઃ ટોકન ડિપોઝીટ પર લોકર સુવિધા પણ ઉપલબ્‍ધ, કોઈ ભાડું લેવામાં આવતું નથી : નરેન્‍દ્રબાપુ

રાજકોટ : શ્રી જીવરાજ શરાફી સહકારી મંડળી લી. રાજકોટ દ્વારા આગામી તા. ૨૪ ઓગસ્‍ટ રવિવારના રોજ સવારે ૮ કલાકે જીવરાજપાર્ક, આર.પી.એસ. સ્‍કૂલની સામે, નાના મવા મેઈન રોડ ખાતે બ્રાન્‍ચ-૨ નો ભવ્‍યાતિ ભવ્‍ય શુભારંભ કરવામાં આવશે. આ પ્રસંગે રાજકીય, સહકારી અને સામાજિક ક્ષેત્રના અગ્રણીઓની મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહેશે તેમ મંડળીની યાદીમાં જણાવ્‍યું છે.

મંડળીની પ્રગતિ અને સિદ્ધિઓ

શ્રી આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્‍દ્રબાપુ ગુરૂશ્રી જીવરાજબાપુ (નરેન્‍દ્રભાઈ સોલંકી)ના માર્ગદર્શન હેઠળ કાર્યરત આ મંડળીની સ્‍થાપના ૨૯-૬-૨૦૧૭ના રોજ થઈ હતી, પરંતુ સંજોગોવશાત અને કોરોના કાળને કારણે તે સુષુપ્ત અવસ્‍થામાં હતી. તા. ૫-૧૧-૨૦૨૩ના રોજ મુખ્‍ય બ્રાન્‍ચ ગાયત્રીનગર મેઈન રોડ ખાતે શરૂ થઈ અને ટૂંકાગાળામાં જ જબરદસ્‍ત પ્રતિસાદ મળ્‍યો.

આજે મંડળીએ રૂ. ૨૧.૨૭ કરોડથી વધુનું ટર્નઓવર હાંસલ કર્યું છે અને ૫૫૮૫થી વધુ સભાસદોની નોંધણી થઈ ચૂકી છે.  હવે આ સફળતાને ધ્‍યાનમાં રાખીને ત્રીજી બ્રાન્‍ચ પણ ખોલવાની ઘોષણા કરવામાં આવી છે. મંડળીએ ગયા વર્ષે સભાસદોને તેમના શેર ભંડોળ પર ૧૫્રુ જેટલું માતબર ડિવિડન્‍ડ પણ ચૂકવ્‍યું છે અને ગુજરાત સરકાર દ્વારા તેને ‘અ' વર્ગમાં સમાવવામાં આવી છે.

નાના માણસોની મોટી મંડળી

મંડળીના સી.ઈ.ઓ. તરીકે બેંકિંગ ક્ષેત્રના ૩૮ વર્ષનો અનુભવ ધરાવતા શ્રી જીતુભાઈ સોલંકી કાર્યરત છે. મંડળી 'નાના માણસોની મોટી મંડળી'ના સૂત્રને સાર્થક કરતા હોમલોન, મોર્ગેજ લોન અને ગોલ્‍ડ લોન જેવી સુવિધાઓ ખૂબ જ ઝડપી ગતિએ પૂરી પાડે છે. સૌથી મહત્‍વની વાત એ છે કે, આ મંડળી ૩૬૫ દિવસ ખુલ્‍લી રહે છે અને ટોકન ડિપોઝીટ પર લોકર સુવિધા પણ ઉપલબ્‍ધ છે, જેમાં કોઈ ભાડું લેવામાં આવતું નથી. આ ઉપરાંત, કરંટ એકાઉન્‍ટમાં વ્‍યાજ, માસિક પેન્‍શન યોજના, ડેઇલી બચત અને રિકરિંગ બચત યોજના જેવી સુવિધાઓ પણ ઉપલબ્‍ધ છે.

ઉપસ્‍થિત રહેનાર મહાનુભાવો

આ ભવ્‍ય કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેનાર મહાનુભાવોમાં સર્વશ્રી પરસોતમભાઈ રૂપાલા, શ્રી રામભાઈ મોકરીયા, શ્રી મયંકભાઈ નાયક, શ્રી કેશરીદેવસિંહ ઝાલા (સંસદ સભ્‍યશ્રીઓ); શ્રી રાઘવજીભાઈ પટેલ, શ્રી કુવરજીભાઈ બાવળીયા, શ્રી જગદીશભાઈ પંચાલ, શ્રીમતી ભાનુબેન બાબરીયા, શ્રી મુળુભાઈ બેરા (કેબિનેટ મંત્રીશ્રીઓ); શ્રી મોહનભાઈ કુંડારીયા (પૂર્વ કેન્‍દ્રીય મંત્રી); શ્રી જયેશભાઈ રાદડીયા, શ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, ડો. દર્શીતાબેન શાહ (ધારાસભ્‍યશ્રીઓ); ડો. વલ્‍લભભાઈ કથીરીયા (પૂર્વ કેન્‍દ્રીય મંત્રી); શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી જશુમતીબેન કોરાટ (પૂર્વ મંત્રી); શ્રી ભરતભાઈ રામાનુજ (કુલપતિશ્રી ભાવનગર યુનિ.); શ્રી કમલેશભાઈ જોષીપુરા (પૂર્વ કુલપતિશ્રી સિરિા યુનિ.); શ્રી પ્રદીપભાઈ ડવ (પૂર્વ મેયરશ્રી); શ્રીમતી અંજલીબેન વનરૂપ રૂપાણી (ચેરમેનશ્રી-પુજીત રૂપાણી ટ્રસ્‍ટ); શ્રી મુકેશભાઈ મલકાળ, શ્રી મહેશભાઈ જીવાણી, શ્રી છિન્‍દ્રભાઈ દવે, શ્રી કિશોરભાઈ મુંગપરા, શ્રી જીતેન્‍દ્રભાઈ અમલાણી, શ્રી આશિષભાઈ શુકલ, શ્રી વિરમભાઈ સામબર, શ્રી કિશોરભાઈ વાહેર (રાષ્ટ્રીય સ્‍વયંસેવક સંઘના આગેવાનો); શ્રી લલીતભાઈ શાહ, શ્રી પરેશભાઈ મારૂ, શ્રી જેન્નીભાઈ ગાંગાણી, શ્રી સુરેશભાઈ ફળદુ, શ્રી તેજસભાઈ ગાંગાણી (એડવોકેટ); શ્રી જયેશભાઈ રાદડીયા (ચેરમેનશ્રી-રાજકોટ ડિ.કો. ઓપ.બેંક); શ્રી ધનશ્‍યામભાઈ ખાટરીયા (એમ.ડી.-રાજકોટ ડિ.કો.ઓપ.બેંક); શ્રી દિનેશભાઈ પાઠક (ચેરમેનશ્રી-રાજકોટ નાગરીક સહ.બેંક); શ્રી જીતુભાઈ વસોયા (ચેરમેન-ધ કો.ઓપ બેંક ઓફ રાજકોટ); શ્રી હારીતભાઈ મહેતા (એમ.ડી.-સીટીજન્‍સ કો.ઓપ.બેંક); શ્રી રાજુભાઈ આર. ભંડેરી (એમ.ડી.-ધરતી કો.ઓપ.બેંક); શ્રી જયોતીન્‍દ્રભાઈ મહેતા (ચેરમેન નેશનલ અર્બન કોપ.); શ્રી પ્રફુલભાઈ ટોળીયા (એમ.ડી.-ગોંડલ નાગરીક સહ.બેંક); શ્રી નીકુંજભાઈ ધોળકીયા (ચેરમેનશ્રી-વિજય કોર્મ.કો.બેંક); શ્રી શામજીભાઈ ખુંટ (એમ.ડી.-રાજકોટ પીપલ્‍સ બેંક); શ્રી બીનાબેન કુંડલિયા (ચેરમેન-રાજકોટ કોર્મ.કો.ઓપ.બેંક); શ્રી વિનોદભાઈ બોરચીયા (ચેરમેન-શ્રી કેશવ ક્રે.કો.સો.); ડો. શિલુસાહેબ (ચેરમેન-માધવ શરાફી સહકારી મંડળી લી.); શ્રી નાથાભાઈ ટોળીયા (ચેરમેન-લક્ષ્મી શરાફી સહ.મં.); શ્રી અશોકભાઈ લશ્‍કરી (ચેરમેન-માંડવરાયજી કે.કોપ.સોસા.); શ્રી હરગોપાલસિંહ જાડેજા (ચેરમેન-શિવશકિત શ.સહ.મં.લી.); શ્રી ટપુભાઈ લીંબાર્સિયા (ચેરમેન-ગુરૂદતાત્રેય કે.કો.ઓપ.સો.); શ્રી ગોરધનભાઈ ધામેલીયા (ચેરમેન-રાજ. જિ.દૂધ ઉત્‍પા.ડેરી); શ્રી દિપકભાઈ નથવાણી (ચેરમેન-રઘુવીરકો.ઓપ.સોસા.); શ્રી હિતેશભાઈ લશ્‍કરી (ચેરમેન-અવધકો.ઓપ.સો.); શ્રીમતિ નયનાબેન મકવાણા (ચેરમેન-કન્‍ઝકો.ઓ.સો.); પુજાદેવી જાડેજા (ગોહીલ) (એમ.ડી.- પ્રગતિ કે. કો.ઓપ.સોસા.); શ્રી ગુણુભાઇ ડેલાવાળા (સરગમ કલબ); શ્રી જયેશભાઇ ઉપાધ્‍યક્ષ (બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટ); શ્રી વિજયભાઈ ડોબરીયા (સદ્વાવના વૃધ્‍ધાશ્રમ); શ્રી નિતેશભાઈ કથીરીયા, શ્રી હસુભાઇ ચંદારાણા, શ્રી શાંતુભાઈ રૂપારેલ (વિશ્વ હિન્‍દુ પરિષદ); શ્રી કલ્‍પકભાઈ મણીયાર, શ્રી અપૂર્વભાઈ મણીયાર (જનકલ્‍યાણ ટ્રસ્‍ટ); શ્રી જીમ્‍મીભાઈ અડવાણ (શિવસેના); શ્રી નરેન્‍દ્રભાઈ પાચાણી (પ્રમુખશ્રી  એન્‍જી. એસોશિયન); શ્રી વી.પી. વૈષ્‍ણવ (ચેમ્‍બર ઓફ કોમર્સ); શ્રી મનસુખભાઈ ટાંક (પ્રમુખ- શ્‍યામવાડી ટ્રસ્‍ટ); શ્રી કિશોરભાઈ પરમાર (ઉપપ્રમુખ- શ્‍યામવાડી ટ્રસ્‍ટ); શ્રી નરસિંહભાઈ સવાણી (પ્રમુખ-મોહનમાંડણ વિદ્યાર્થી ભવન); શ્રી હેમરાજભાઈ કાચા (પ્રમુખ-શ્રી પ્રગતિ મંડળ); શ્રી ડી.પી. રાઠોડ (પ્રમુખ-વિદ્યાર્થીમંડળ); શ્રી પ્રકાશભાઈ સાપરીયા (પ્રમુખ-લોહાણાપરા વાડી); શ્રી રશ્‍મીનભાઈ કાચા (પ્રમુખ-સમુહ લગ્ન સમિતિ); ડો. પંકજ રાઠોડ (પૂર્વ આરોગ્‍ય અધિકારી - રા.મ્‍યુ.કો); શ્રી મોહનભાઇ વડોલીયા (પ્રમુખ  વરિયા વૈષ્‍ણવ પ્રજાપતિ); શ્રી મનસુખભાઈ ધંધુકિયા (પ્રમુખ-વાટલીયા પ્રજાપતિ); શ્રી રમેશભાઈ સોરઠીયા (પ્રમુખ-ગુર્જર પ્રજાપતિ); શ્રી વલ્‍લભભાઈ ભરડવા (પ્રમુખ-સૌરઠીયા પ્રજાપતિ); શ્રી હરેશભાઈ મોરીધરા (પ્રમુખ- વરીયાવંશ પ્રજાપતિ); શ્રી અરૂણભાઈ કાપડીયા (પ્રમુખ-વરીયાવાંક. પ્રજાપતિ); શ્રી યોગેશભાઈ સોલંકી (પ્રમુખ-લુહાર સેવા સમાજ); શ્રી કમલેશભાઈ સિધ્‍ધપુરા (પ્રમુખ-સૌ.લુહાર પ્રગતિ મંડળ); શ્રી રાજુભાઈ સિધ્‍ધપુરા (પ્રમુખ-લુહાર હિતેચ્‍છુ મંડળ); શ્રી પ્રવિણભાઈ આસોડિયા (પ્રમુખ-મચ્‍છુ કઠિયલુહાર જ્ઞાતિ); શ્રી નવીનભાઈ પરમાર (પ્રમુખ-વિશ્વકર્મા લુહાર ફાઉન્‍ડેશન); શ્રી અમૃતભાઈ વાઘેલા (પ્રમુખ-અમૃત ચેરીટેબલ ટ્રસ્‍ટ); શ્રી પરેશભાઈ દાવડા (પ્રમુખ-વિશ્વકર્મા ફાઉન્‍ડેશન); શ્રી મનીષભાઈ મારૂ (પ્રમુખ-વિશ્વકર્મા ઔદ્યોગીક સમાજ); શ્રી જયંતિભાઈ પરમાર (પ્રમુખ-ચંડી ચામુંડા અતિથિગૃહ); શ્રી પ્રવિણભાઈ સિધ્‍ધપુરા (પ્રમુખ-લુહાર હિતેચ્‍છુ મંડળ); શ્રી તનસુખભાઈ ગોહેલ (પ્રમુખ-સમસ્‍ત દરજી જ્ઞાતિ); શ્રી રસિકભાઈ બદ્રકીયા (પ્રમુખ-ગુર્જર સુતાર જ્ઞાતિ); શ્રી ચંદ્રેશભાઈ ખંભાયતા (પ્રમુખ-ગુર્જર સુતાર પ્રગતિ મંડળ); શ્રી મણિકભાઈ પાટણવાડિયા (પ્રમુખ-વિશ્વકર્મા આ. મંડળ); શ્રી જુલીબેન લોઢીયા (સામાજીક અગ્રણી); શ્રી મૌલેશભાઈ ઉકાણી (બાનલેબ); શ્રી કેતનભાઈ મારવાડી (મારવાડી યુનિવર્સિટી); શ્રી ખોડીદાસભાઈ પટેલ (આર.કે.યુનિવર્સિટી); શ્રી કૃષ્‍ણકાંત ધોળકીયા (ધોળકીયા સ્‍કૂલ); શ્રી સાંઈરામ દવે (નચિકેતા હાઈસ્‍કૂલ); શ્રી ભરતભાઈ ગાજીપરા (સર્વોદય સ્‍કૂલ); શ્રી હરિભાઈ પટેલ (બ્રિલિયન્‍ટ સ્‍કૂલ); શ્રી અરૂણભાઈ સૂરાણી (યુનિવર્સલ હાઈસ્‍કૂલ); શ્રી કલ્‍પેશભાઈ સોજીત્રા (શ્રીજી હાઈસ્‍કૂલ); શ્રી પાર્થભાઈ વિરડીયા (જયકિશન સ્‍કુલ); શ્રી રાજેશભાઈ માલવીયા (મીરા ગ્રુપ, ડાયમંડ સીંગ); શ્રી ઉમેશભાઇ માલાણી (માલાણી કન્‍સ્‍ટ્રકશન); શ્રી કિરીટભાઈ આદ્રોજા (એન્‍જલ પંપ); શ્રી કે.સી. ચોવટયા (સાયનોવા ગેઇર્સ એન્‍ડ ટ્રેન્‍સિમીશન પ્રા.લી.); શ્રી વિનોદભાઈ રામાણી (સોલાર ટેક્રોકાસ્‍ટ); શ્રી રસિકભાઈ સુરેજા (એટલાન્‍ટીસ એગ્રીટેક પ્રા.લી.); શ્રી મુકેશભાઈ દોશી (માનસી એન્‍ટરપ્રાઈઝ); શ્રી હિનેશ પટેલ (ફાઇબર ટેક. કમ્‍પ. પ્રા. લી.); શ્રી કિશોરભાઈ પરીમલ (ગુજરાત સાઉન્‍ડ ઈ. પ્રા.લી.); શ્રી જગદીશભાઈ કોટડીયા, શ્રી કમલનયન સોજીત્રા (ફાલ્‍કન પંપ); શ્રી ચિમનભાઈ હપાણી (કિચ ઈન્‍ડસ્‍ટ્રીઝ); શ્રી નાગજીભાઈ શેરડીયા (આર.એમ. એન્‍ટરપ્રાઈઝ); શ્રી કલ્‍યાણજીભાઈ ડોબરીયા (આરાધના ઈન્‍ડસ્‍ટ્રીઝ); શ્રી વિનુભાઈ મણવર (એક્‍સનવેલ મેટલ એન.); શ્રી અશોકભાઈ મણવર (એકસનવેલ ઈન્‍ડિયા પ્રા.લી.); શ્રી ચંદ્રેશભાઈ ત્રાટીયા (અરૂગ મશીન ટૂલ્‍સ પ્રા.લી.); શ્રી દિપકભાઈ અગ્રવાલ, શ્રી ભગવાનજીભાઈ પરસાણા, શ્રી અભયભાઈ હકાણી (અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓ); શ્રી પરેશભાઈ ગજેરા (પ્રમુખ બિલ્‍ડર્સ એસો.); શ્રી સર્વાનંદભાઈ સોનવાણી (આર.કે.ગૃપ); શ્રી મુકેશભાઈ શેઠ (શેઠ બિલ્‍ડર્સ); શ્રી જીતુભાઈ બેલાણી (અધારા ડેવલોપર્સ); શ્રી હર્ષદભાઈ માલાણી (માલાણી કન્‍સ્‍ટ્રકશન); શ્રી ભીમજીભાઈ ટાંક (દુબઈ); શ્રી હરેશભાઈ એલ (બિલ્‍ડર્સ); શ્રી પ્રિતેશભાઈ પીપળિયા (વનવલ્‍ડ ગૃપ); શ્રી જયદિપભાઈ માકડિયા (બિલ્‍ડર્સ); શ્રી ચંદ્રકાંતભાઈ શેઠ (પ્રમુખ-મહાવીર સેના); શ્રી પ્રતિપાલસિહ ગોહીલ (અગ્રણી બિલ્‍ડર); શ્રી લવજીભાઈ વાલજીભાઈ સાવલીયા, શ્રી ભાવેશભાઈ પ્રેમજીભાઈ છભાસાવલીયા સાવલીયા (અગ્રણી બિલ્‍ડર્સ); શ્રી હેમાંગભાઈ ડી. નથવાણી (આર્કીટક-ગોલ્‍ડ મેડાલીસ્‍ટ); શ્રી સોનલબેન ફળદુ (પ્રીન્‍સીપલ સરોજીની નાયુદ્ધ); શ્રી કિશોરભાઈ પરમાર (પ્રમુખશ્રી, ગુજરાત સાઉથ ઈન્‍ડિયા ટ્રાન્‍સ. એશ); શ્રી હિતેશભાઈ પટેલ (ફાઈબર ટ્રેક પમ્‍પ પ્રલે); શ્રી કૌશિકભાઈ શાષીજી (જયતિશઆચાર્ય તેમજ વૈદાચાર્ય); શ્રી રમેશભાઈ ઠક્કર (ચેરમેન-ચીરીરાજ હોસ્‍પિટલ); શ્રી હસુભાઈ ભગદેવ (રાજકોટ ટ્રાન્‍સપોર્ટ એસોશિયેશન); શ્રી નલીનભાઈ ઝવેરી (સામાજીક અગ્રણી); શ્રી કમલભાઈ ધામી (રાજબેંક પરિવાર); શ્રી વનરાજસિંહ ગોહીલ (પૂર્વ ડિ.વાય.એસ.પી.); શ્રી નિલેશભાઈ ભોજાણી (ઇન્‍ટિરીયર-આર્કીટક); શ્રી જિજ્ઞેશ કાલાવડીયા (સામાજીક આગેવાન) ઉપસ્‍થિત રહેશે.

 મંડળીના બોર્ડ ઓફ ડિરેક્‍ટર્સ શ્રી અશોકભાઈ નરેન્‍દ્રભાઈ સોલંકી (ચેરમેન), શ્રી ભાર્ગવભાઈ નરેન્‍દ્રભાઈ સોલંકી (વા. ચેરમેન), શ્રી તેજશભાઈ જયંતીભાઈ ગાંગાણી (મેનેજિંગ ડાયરેક્‍ટર), શ્રી હેમરાજભાઈ કાચા, શ્રી ધ્રુવીલભાઈ લવજીભાઈ સાવલીયા, શ્રી નરશીભાઈ મનજીભાઈ સવાણી, શ્રી જગદીશભાઈ નગીનદાસ સોર્મિયા, શ્રી કૌશીકભાઈ શાંતીલાલ સાપરીયા, શ્રી રોહીણીબેન મહેશભાઈ દવે, શ્રી રાજેશભાઈ છગનભાઈ, શ્રી બ્રિનીશભાઈ યોગેશભાઈ તેમજ શ્રી કિશોરભાઈ પરમાર (પૂર્વ કોર્પોરેટર), શ્રી તેજશભાઈ ગાંગાણી અને શ્રી જ્ઞાનેન્‍દ્રભાઈ સોલંકી દ્વારા કાર્યક્રમની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

(3:00 PM IST)