<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

જે.ડી. પાઠક પ્‍લોટના સરોજબેન ડોડીયાનું હૃદય બેસી જતાં મોત

રાજકોટ તા. ૨૨: હૃદય રોગના હુમલાથી વધુ એક મૃત્‍યુની ઘટના બની છે. જેમાં ગુરૂપ્રસાદ ચોક જે. ડી. પાઠક પ્‍લોટમાં રહેતાં સરોજબેન પોપટભાઇ ડોડીયા (ઉ.વ.૫૨) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને મૃત જાહેર કરતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

મૃત્‍યુ પામનાર સરોજબેનને સંતાનમાં એક દિકરો અને ત્રણ દિકરી છે. પતિ હયાત નથી. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. 

(4:04 PM IST)