તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Friday, 22nd August 2025
વોર્ડ નં.૧૮માં આરોગ્ય કેન્દ્ર બનશેઃ વિવિધ વિ.સ્તારોમાં પેવીંગ બ્લોક બીછાવાશે

રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૮માં, રૂા.૭૯.૩૧ લાખના ખર્ચે રેમ્બો રેસિડેન્સી પાસે ૧૨મીટર તથા ૧૮મીટર ટીપી રોડને ડીઝાઈન રોડ કરવાનું કામ, રૂા.૧.૬૯ કરોડના ખર્ચે કોઠારીયા સોલવન્ટ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બનાવવાનું કામ, રૂા.૧૫.૨૦ લાખના ખર્ચે કોર્પોરેટર સંજયસિંહ રાણાની વર્ષ ૨૦૨૩-૨૪ ની ગ્રાન્ટમાંથી સાકેત બંગ્લોઝમાં જનભાગીદારીથી પેવિંગ બ્લોક નાખવાનું કામ, રૂા.૧૨.૮૫ લાખના ખર્ચે કોર્પોરેટરશ્રી સંજયસિંહ રાણાની વર્ષ ૨૦૨૩-૨૪ ની ગ્રાન્ટમાંથી નિલકંઠ પાર્કમાં જનભાગીદારી થી પેવિંગ બ્લોક નાખવાનું કામ, રૂા. ૨૨.૮૪ લાખના ખર્ચે વિભુતિ પાર્ક સોસાયટીમાં જનભાગીદારીથી પેવિંગ બ્લોક નાખવાનું કામ રૂા.૩.૭૫ કરોડના ખર્ચે કોઠારીયામાં નવા ડેવલપ થતા વિસ્તાર ટી.પી. ૩૮, ૩૯ તથા સિલ્વર ઇન્ડસ્ટ્રીઝ, ગોલ્ડન ઇન્ડસ્ટ્રીઝ, નટરાજ ઇન્ડસ્ટ્રીઝ વિગેરે તેમજ આદર્શ શિવાલય, આસોપાલવ, સુંદરમ પાર્ક અને કોઠારીયા રોડ પર સેલિબ્રેશન પાર્ટી પ્લોટથી કોઠારીયા ચોકડી સુધી બંને જગ્યાએ ડ્રેનેજ લાઈન નાખવાનું તથા મેનહોલ બનાવવાનું કામ તથા,રૂા.૧.૧૩ કરોડના ખર્ચે વોર્ડ નં. ૧૮ માં જુદી જુદી જગ્યાએ પેવીંગ બ્લોક નાખવાનું કામ, આમ કુલ મળી ઈં ૭.૮૮ કરોડના વિવિધ વિકાસ કામો આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૮ના કોર્પોરેટર સંજયસિંહ રાણા, સંદીપભાઈ ગાજીપરા,ભારતીબેન પરસાણા તથા દક્ષાબેન વાઘેલા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:27 PM IST)










