<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

વોર્ડ નં.૦૩માં રૂા.૧.૩૭ કરોડના વિકાસકામો મંજુર

  રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૩માં રૂા.૧.૨૨ કરોડના ખર્ચે ધારાસભ્‍યશ્રી, કોર્પોરેટરશ્રીની ગ્રાન્‍ટ તેમજ જનભાગીદારીની ગ્રાન્‍ટ અંતર્ગત જુદી જુદી જગ્‍યાએ પેવીંગ બ્‍લોક નાખવાનું તેમજ સી.સી. કરવાનું કામ. તથારૂા. ૧૫.૦૬ લાખના ખર્ચે રેલનગર મેઇન રોડ, ભગવતી હોલ પાસે નવા બનતા બગીચામાં લાઇટીંગનું કામ, આમ કુલ મળી ઈં ૧.૩૭ કરોડના કામો આજરોજ સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

 ઉક્‍ત કામ મંજુર કરવા બદલ ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા તથા વોર્ડ નં.૦૩ના કોર્પોરેટરશ્રીઓ બાબુભાઇ ઉઘરેજા, અલ્‍પાબેન દવે તથા કુસુમબેન ટેકવાણી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:29 PM IST)