News of Friday, 22nd August 2025
વોર્ડ નં. ૦૬ ના વિવિધ વિસ્તારોમાં ડામર કાર્પેટ કરાશેઃ વૃક્ષારોપણ કરાશે

રાજકોટઃ મહાનગરપાલિકાના વોર્ડ નં.૦૬માંરૂા.૪.૫૮ કરોડના ખર્ચે માંડાડુંગર વિસ્તારમાં આવેલ માધવ વાટિકા સોસાયટીમાં, મહીકા રોડ પર દીનદયાલ ઇન્ડસ્ટ્રીઝમાં ડામર કાર્પેટ કરવાનું તથા નેશનલ હાઇવેથી ગોકુલ વિદ્યાલય અને રામ પાર્કથી આર.એમ.સી. લીમીટ સુધી મહીકા રોડ (ફેઇઝ-૨), સંતકબીર રોડ પર ગોકુલનગર મેઈન રોડથી જલગંગા સર્કલ (ફેઇઝ-૨), ભાવનગર રોડ પર ચુનારાવાડ ચોકથી પારેવડી ચોક સુધી બાકી રહેતા ભાગમાં (ફેઇઝ-૨), તથા જૈન દેરાસર રોડ પર ડામર રીકાર્પેટ કરવાનું કામ તથા રૂા.૪૪.૪૫ લાખના ખર્ચે સફારી પાર્કમાં તથા રામવનના ર્પાકિંગની બાજુના પ્લોટમાં ઘનિષ્ઠ વળક્ષારોપણ તથા મીયાવાકી વળક્ષારોપણ કરવાનું કામ, આમ કુલ મળી ઈં ૫.૦૨ કરોડના કામ આજરોજ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે. ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૦૬ના કોર્પોરેટર ભાવેશભાઇ દેથરીયા, પરેશભાઇ આર.પીપળીયા તથા મંજુબેન કુંગશીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:30 PM IST)










