<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

સમસ્‍ત વાલ્‍મિકી સમાજ ગુજરાત દ્વારા રવિવારથી જન જાગૃતિ યાત્રા

વાલ્‍મિકી સમાજને તેમના હક્ક તથા અધિકાર અંગે જાગૃત કરવાના ઉદે્‌શ્‍ય સાથે ત્રિદિવસીય આ યાત્રાનો કોડીનારથી પ્રારંભ થશે, જે માંગરોળ, કુતિયાણા, રાણાવાવ, ભાયાવદર થઈ જામજોધપુરમાં સમાપન થશે, આ યાત્રામાં ૨૫૦થી વધુ લોકો સાથે જોડાશેઃ જીતુ બારૈયા

રાજકોટઃ વાલ્‍મિક સમાજને તેમના હક્ક અને અધિકારો અંગે જાગૃત કરવાના ઉદ્‌ેશ્‍ય સાથે સમાજના યુવાનો દ્વારા જન જાગૃતિ યાત્રાનું આયોજન કરેલ છે. જેનો સૌરાષ્‍ટ્રના કોડીનારથી તા.૨૪ના રવિવારે પ્રારંભ થશે. જે માંગરોળ, કુતિયાણા, રાણાવાવ, ભાયાવદર થઈ જામજોધપુર ખાતે સમાપન થશે.

સમસ્‍ત વાલ્‍મિકી સમાજના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા જણાવે છે કે ગુજરાતભરના વાલ્‍મિકી સમાજ પર થતા અન્‍યાય, અત્‍યાચાર અને શોષણ સામે લડવા તથા તેમના હક્ક,અધિકાર માટે અવાજ ઉઠાવવા, તાજેતરમાં અધિકાર યાત્રાની શરૂઆત દક્ષિણ ગુજરાત આમોદ અને પેટલાદ થી કરવામાં આવી હતી.ત્‍યારેઆ યાત્રા સમગ્ર ગુજરાતમાં ફરશે અને વાલ્‍મિકી સમાજને તેમના હક્ક તથા અધિકાર અંગે જાગૃત કરેલ.જેમાં મુખ્‍ય માંગણીઓ સહિત સમાજ ના લોકો નું શોષણ,છાશવારે થતા અત્‍યાચાર દૂર કરવા અને જીવન ધોરણ સુધરવા સહિત ની માંગણીઓ બુલંદ બનાવવામાં આવી છે.

મુખ્‍ય માંગણીઓ આ મુજબ છે. વર્ષ ૨૦૧૨માં રદ કરાયેલ શૈક્ષણિક અનામત જિલ્‍લા દિઠ ૨ સીટ નો તાત્‍કાલિક પુનઃપ્રારંભ કરવામાં આવે, કોન્‍ટ્રાક્‍ટ તથા સફાઈ કામગીરી માથી પદ્ધતિનો સદંતર અંત લાવવો, રોસ્‍ટર પદ્ધતિ નાબૂદ કરવામાં આવે,કોન્‍ટ્રાક્‍ટ પ્રથા બંધ કરવામાં આવે, કાયમી ભરતી કરવાની હોય તો સરકાર પારદર્શિતા સાથે વાલ્‍મિકી સમાજને પ્રાથમિકતા આપે.

આ સમાજ સદીઓથી પીડિત અને વંચિત રહ્યો છે. સમાજની વેદના સમજીને તાત્‍કાલિક પ્રશ્નોનું નિરાકરણ કરે. તેવી માંગ કરવામાં આવી છે.આ પહેલા રાજ્‍યના મુખ્‍યમંત્રી ને રુબરુ મળી ઁઆ માંગણીઓ ને લઈ લેખિત માં આવેદન પણ આપેલ.

આ જનજાગૃતિ યાત્રા સમસ્‍ત વાલ્‍મિકી સમાજ ના ગુજરાત પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બારૈયા (મો.૯૭૨૪૯ ૩૫૬૫૧), ગુજરાત પ્રવક્‍તા, મનહરભાઈ રાઠોડ, ગુજરાત પ્રદેશના ચેરમેન, હરીશભાઈ મહિડાની આગેવાનીમાં યોજાશે. તેમ અંતમાં જણાવાયું છે. (તસ્‍વીરઃઅભિજીત બગથરીયા)

(3:38 PM IST)