<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

વોટ ચોરીના વિરોધમાં શહેર જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણા-દેખાવો-સુત્રોચ્‍ચાર-કેન્‍ડલ માર્ચ

રાજકોટ : શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરીના મુદે બહુમાળી ભવન ચોક, સરદાર વલ્લભભભાઇ પટેલની પ્રતિમા સામે આજે સવારે ૧૧ થી ૧ સુધી ધરણા અને દેખાવો કરવામાં આવેલ.

આ પૂર્વે મતદાર યાદીમાં ગોટાળા સબબ વિરાણી હાઇસ્‍કુલ ખાતે પ્‍લે કાર્ડ સાથે સુત્રોચાર પણ કરવામાં આવ્‍યા હતા. ઉપરાંત ત્રિકોણબાગ ચોકથી મહાત્‍મા ગાંધીની પ્રતિમા, જયુબેલીબાગ સુધીની કેન્‍ડલ માર્ચ યોજવામાં આવી હતી.

વરસતા વરસાદ વચ્‍ચે યોજાયેલ આ ધરણા પ્રદર્શનના કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદીપસિંહ જાડેજા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશ વોરા, વશરામભાઇ સાગઠીયા, મનસુખભાઇ, પૂર્વ ધારાસભ્‍ય ઇન્‍દ્રનીલ રાજગુરૂ, પૂર્વ ધારાસભ્‍ય લલીતભાઇ વસોયા, ડો. હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, અતુલ રાજાણી, મહેશ રાજપુત, જશવંતસિંહ ભટ્ટી, ડી. પી. મકવાણા, સંજયભાઇ અજુડીયા, નિદતભાઇ બારોટ, મહિલા કોંગ્રેસ પ્રમુખ દીપ્‍તીબેન સોલંકી, બ્રિજરાજસિંહ રાણા, હરપાલસિંહ જાડેજા, આદિત્‍યસિંહ ગોહિલ, યુનુસભાઇ જુણેજા, વૈશાલીબેન શીંદે, હિરલબેન રાઠોડ, નરેશભાઇ સાગઠીયા, ભાર્ગવભાઇ પઢીયાર, હેમલ પસેવાડીયા, શૈલેષભાઇ કપુરીયા, ગજેન્‍દ્રસિંહ ઝાલા, નીશીતભાઇ ખુંટ, પંકજભાઇ કારિયાણી, અજીત વાંક, ભરતભાઇ બાલોન્‍દ્ર, ગોવિંદભાઇ ડોબરીયા, વિજયભાઇ વખારીયા, સુરેશભાઇ ગરૈયા, નિલેશભાઇ મારૂ, કેતન તાળા, મહેન્‍દ્રસિંહ જાડેજા, લાખાભાઇ ડાંગર, ચતુરસિંહ જાડેજા, દીપ ભંડેરી, જયદેવસિંહ, મથુરભાઇ માલવી, દિલુભા જાડેજા, ગીરીશભાઇ પટેલ, જયદીપ મયાત્રા, ગોપાલભાઇ મોરવાડીયા સહીતના કોંગ્રેસ આગેવાનો સાથે જોડાયા હતા. તેમ હિતેશભાઇ વોરા અને ડો. રાજદીપસિંહ જાડેજાની સંયુકત યાદીમાં જણાવાયુ છે.

(3:39 PM IST)