News of Friday, 22nd August 2025
પી.એન. ગ્રુપ દ્વારા બહેનો માટે ૩૦મીએ ગણેશ મહોત્સવ કૂકીંગ કોમ્પીટીશન
બહેનોએ મોદક અને ફરસાણની ડીશ તૈયાર કરી લાવવીઃ નામ નોંધણી

રાજકોટઃ પી.એન. ગ્રુપ દ્વારા બહેનો માટે ગણેશ મહોત્સવ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવેલ છે.
બહેનોમાં રહેલી કૂકિંગ કળાને ખીલવવા માટે તેમજ પ્રોત્સાહન આપવા માટે વિવિધ જાતના મોદક અને ફરસાણ (લાઈવ) ઘરે થી રેડી કરી ડીશ લાવવાની રહેશે.
૩૦ ઓગષ્ટ શનિવારે બપોરે ૩:૩૦ થી ૬:૩૦ નવદુર્ગા હોલ, યુનિવર્સિટી રોડ ખાતે કાર્યક્રમ યોજાશે. કોઈપણ બહેનો ભાગ લઈ શકશે. કી. રૂ.૧૦૦ રાખેલ છે. સાથે હાઉસી પણ રાખેલ છે. રજીસ્ટ્રેશન માટે નમ્રતા કામદાર ૭૯૮૪૬૩૮૭૮૨, પરિતા ગણાત્રા ૭૮૭૮૨૧૨૧૭૮નો સંપર્ક કરવો. રીટાબેન તન્ના, મીરાબેન દવે, કલ્પનાબેન વ્યાસનો સહયોગ મળેલ હોવાનું જણાવાયું છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા) (૪૦.૨૨)
(3:48 PM IST)










