<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd August 2025

ગણેશ પંડાલ સ્‍પર્ધાઃ શણગાર-સંદેશ-પ્રતિમા-દેશભકિત-સ્‍વદેશી-સ્‍થળ-પ્રવૃત્તિઓ ઉપરથી શ્રેષ્‍ઠ પંડાલની પસંદગી

જય ગણેશ... જય ગણેશ... જય ગણેશ દેવા... : મનપા પદાધિકારીઓ દ્વારા આયોજકોને જોડાવા અપીલઃ આજથી ફોર્મ વિતરણ

રાજકોટ તા.રરઃ ગણેશ ઉત્‍સવને લઈને શહેરના વિવિધ વિસ્‍તારોમાં ગણેશ પંડાલનું આયોજન કરવામાં આવતું હોય છે. આ ગણેશ ઉત્‍સવને સુયોગ્‍ય ધાર્મિક વાતાવરણ પૂરું પાડવા ઉપરાંત આ ઉત્‍સવને દેશભક્‍તિ અને સામાજિક જવાબદારી સાથે જોડવા રાજ્‍ય સરકાર દ્વારા ‘‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્‍પર્ધા''નું આયોજન કરવામાં આવેલ છે. જેમાં શહેરના આયોજકો ભાગ લઈ શકશે અને વિજેતાને લાખો રૂપિયાના પુરસ્‍કાર એનાયત કરવામાં આવશે.

આ ઉપરાંત મેજર ધ્‍યાનચંદજીના જન્‍મ દિવસ - ૨૯ ઓગસ્‍ટની ‘નેશનલ સ્‍પોર્ટસ્‌ ડે' તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ નિમિત્તે રાજકોટ શહેરમાં તા.૨૯થી ૩૧ ઓગસ્‍ટ સુધી વિવિધ સ્‍પોર્ટસ્‌ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર  નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ સંયુક્‍ત યાદીમાં જણાવ્‍યું હતું.

તેમણે વધુમાં જણાવ્‍યું હતું કે, રાજ્‍યમાં ગણપતિ મહોત્‍સવ દરમિયાન ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્‍કળતિક પ્રવળત્તિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા, ‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ પ્રતિયોગિતા-૨૦૨૫'નું આયોજન કરવામાં આવ્‍યું છે. જેમાં રાજકોટ શહેરના ગણેશ પંડાલ આયોજકો ભાગ લઈ શકશે.

આ પ્રતિયોગિતા માટે આઠ માપદંડ નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં ગણેશ પંડાલના મંડપ શણગાર, સામાજિક સંદેશ, ગણેશ પ્રતિમાની પસંદગી (ઈકો ફ્રેન્‍ડલી ગણેશ પ્રતિમા),  ઓપરેશન સિંદૂર - દેશભક્‍તિ,  સ્‍વદેશી વસ્‍તુઓ અપનાવો , પંડાલ સ્‍થળની પસંદગી (ટ્રાફિક કે આસપાસના લોકોને અડચણરૂપ ન થાય), સ્‍થાનિક વહીવટી તંત્રની મંજૂરી અને ગણેશ પંડાલ તરફથી કરવામાં આવનાર પ્રવળત્તિઓ વગેરે બાબતોને ધ્‍યાનમાં રાખી ગણેશ પંડાલ પસંદગી કરી એકથી ત્રણ ક્રમના વિજેતા કરવામાં આવશે. સ્‍પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતાને રૂ. ૫  લાખ, દ્વિતીય ક્રમે વિજેતાને રૂ. ૩ લાખ તથા તળતીય ક્રમના વિજેતાને રૂ. ૧.૫૦ લાખના પુરસ્‍કાર આપવામાં આવશે.

સ્‍પર્ધામાં ભાગ લેવા ઈચ્‍છતા ગણેશ પંડાલના આયોજકો રાજકોટ મહાનગરપાલિકાની ત્રણ ઝોનલ ઓફિસ ખાતેથી, તા. ૨૨થી ૨૬ ઓગસ્‍ટ દરમિયાન કામકાજના દિવસો દરમિયાન ફોર્મ મેળવી શકશે.

જેમાં સાંસ્‍કળતિક વિકાસ વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, સેન્‍ટ્રલ ઝોન ઓફિસ, ડો. આંબેડકર ભવન, ત્રીજો માળ, રૂમ નં.-૫,  વેરા વસૂલાત વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, વેસ્‍ટ ઝોન ઓફિસ, શ્રી હરિસિંહજી ગોહિલ ભવન, બિગ બજારની પાછળ, ૧૫૦ ફૂટ રિંગ રોડ તથા વેરા વસૂલાત વિભાગ, રાજકોટ મહાનગર પાલિકા, ઈસ્‍ટ ઝોન ઓફિસ, ઝવેરચંદ મેઘાણી ભવન, ભાવનગર રોડ ખાતેથી ફોર્મ મળી શકશે.

રાજ્‍ય સરકાર દ્વારા ‘‘શ્રેષ્ઠ શ્રી ગણેશ પંડાલ સ્‍પર્ધા'' અને તા.૨૯થી ૩૧ ઓગસ્‍ટ સુધી વિવિધ સ્‍પોર્ટસ્‌ ઈવેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં બહોળી સંખ્‍યામાં પંડાલના આયોજકો અને શહેરીજનો ભાગ લે તે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્‍યુટી મેયર નરેન્‍દ્રસિંહ જાડેજા, સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને સમાજ કલ્‍યાણ સમિતિ ચેરમેન સુરેન્‍દ્રસિંહ વાળાએ અપીલ કરી હતી.

(4:46 PM IST)