<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

આંકડીયાના ઉમેશને પુર્વ પ્રેમિકાએ રાજકોટ મળવા બોલાવ્‍યા બાદ હુમલોઃ પગ ભાંગી ગયો

નક્કી થયેલા સ્‍થળ બેડી ચોકડીથી માધાપર જવાના રસ્‍તા પર પહોંચ્‍યો ત્‍યારે અહિ પુર્વ પ્રેમિકા હાજર નહોતીઃ તેણીના સગા સંબંધીઓ ધોકા-પાઇપથી તૂટી પડયા

 

રાજકોટ તા. ૨૩: વિંછીયાના આંકડીયા ગામે રહેતાં અને ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવતાં યુવાનને તેની પુર્વ પ્રેમિકાએ ગત સાંજે રાજકોટ બેડી યાર્ડ નજીક ફોન કરીને વાત કરવા બોલાવ્‍યા બાદ પુર્વ પ્રેમિકાને બદલે તેના સગા આવી ગયા હતાં અને આ યુવાનને ધોકા-પાઇપથી બેફામ ફટકારતાં લોહીલુહાણ થઇ ગયો હતો અને એક પગ ભાંગી ગયો હતો.

બનાવની જાણવા મળ્‍યા મુજબ વિંછીયાના આંકડીયા ગામે રહેતો ઉમેશભાઇ હેમુભાઇ લોરીયા (ઉ.વ.૩૬) નામનો દેવીપૂજક યુવાન રાતે આઠેક વાગ્‍યે બેડી ચોકડીથી માધાપર ચોકડી તરફના રસ્‍તે હતો ત્‍યારે શેલના પેટ્રોલ પંપ પાસે તેને સંજય દેવીપૂજક, મીના દેવીપૂજક તથા અજાણ્‍યાએ મળીને ધોકા-પાઇપથી બેફામ માર મારતાં  શરીરે ઇજાઓ થઇ હતી અને જમણો પગ ભાંગી ગયો હતો. દેકારો મચી જતાં લોકો ભેગા થઇ જતાં હુમલાખોરો ભાગી ગયા હતાં. કોઇએ ૧૦૮ને જાણ કરતાં તેને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં પ્ર.નગર પોલીસને જાણ કરવામાં આવી હતી.

ઉમેશભાઇએ કહ્યું હતું કે તે ડ્રાઇવીંગ કરી ગુજરાન ચલાવે છે અને તેને હાલ રાજકોટ રહેતી યુવતિ સાથે વર્ષોથી પ્રેમ હતો. હવે પ્રેમસંબંધ પુરો કરી નાંખ્‍યો હોઇ આમ છતાં મહિલાએ ગત સાંજે ફોન કરી રાજકોટ બેડી ચોકડીથી માધાપર ચોકડીના રસ્‍તે વાત કરવા આવવા બોલાવતાં તે બાઇક હંકારીને અહિ આવ્‍યો હતો. પરંતુ અહિ પુર્વ પ્રેીમકા હાજર નહોતી મળી પણ તેના સગા સંબંધીઓ એવા સંજય, મીના સહિતના મળી આવ્‍યા હતાં અને ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (૧૪.૫)

(10:50 AM IST)