તા. ૧ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ શ્રાવણ વદ-૧૪, રવિવાર
News of Saturday, 23rd August 2025
૬૦ થી વધુ કલાકારોએ મહાદેવ અને ગિરનારી સાધુ પર બનાવેલ કલાકૃતિનું કાલે અનોખું પ્રદર્શન
મહાદેવ અને ગિરનારી સાધુ થીમ પર આર્ટ કોમ્પિટીશન અને કલા પ્રદર્શનઃ ડો. ચાંદની લાઠીયા

રાજકોટઃ કલાપ્રેમીઓ માટે એક સુંદર તક! છેલ્લા પ વર્ષથી સૌરાષ્ટ્રભરના કાલાકારોને સેવા અને યોગ્ય માર્ગદર્શન આપનાર ‘જોગી ધ આર્ટ એન્ડ ક્રાફટ જંકશન' ર રિવવારના રોજ પોતાની આર્ટ ગેલેરી અને એકિઝબિશન હોલના ઉદઘાટન પ્રસંગે ‘મહાદેવ અને ગિરનારી સાધુ' થીમ પર આર્ટ કોમ્પિટિશન અને કલા પ્રદર્શનનું આયોજન કરી રહયું છે. જેમાં મુખ્ય મહેમાન તરીકે ધારાસભ્ય રમેશભાઇ ટીલાળા, સનાતન ધર્મ રક્ષક સમિતિના પ્રાદેશિક પ્રમુખ, વિજયભાઇ વાંક, સિનિયર સિવિલ જજ અને ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ અને રાજકોટ જિલ્લા કાનૂની સેવા સત્તમંડળના સચિવ એચ.વી. જોટાણીયા ઉપરાંત વોર્ડ નં.૧૩ ના કોર્પોરેટર શ્રીમતી જયાબેન હરિભાઇ ડાંગર, શ્રીમતી સોનલબેન જીતેન્દ્રભાઇ સોલારા, નિતીનભાઇ રામાણી અને સુરેન્દ્રસિંહ વાળા પણ ઉપસ્થિત રહેશે.
આ કોમ્પિટિશનની થીમ જ મહાદેવ અને ગિરનારીસાધુ રાખવામાં આવી છે પવિત્ર શ્રાવણ માસમાં ગુજરાતભરના ૬૦ થી વધુ અનુભવી આર્ટિસ્ટએ મહાદેવ અને ગિરનારી સાધુ પર બનાવલ વિવિધ કલાકૃતિઓનું રવિવારના રોજ પ્રદર્શન થશે અને કોમ્પિટિશનના વિજેતાને ત્યારે જ મુખ્ય મહેમાનો દ્વારા એવોર્ડ અને ભે આપવામાં આવશે. જેમાં ડોમ્સ આર્ટ કંપની પ્રથમ ૩ વિજેતાઓની ભેટ આપી કલાકારોને આગળ વધારવા માટે પ્રોત્સાહન આપશે, આ ઉપરાંત ઉમિયા મોબાઇલ કોમ્પિટિશનમાં ભાગ લેનાર તમામ આર્ટિસ્ટને યોગ્ય ભેટ આપશે. જોગી આર્ટ ગેલેરી અને એકિઝબિશન હોલ ઉભરતા આર્ટિસ્ટ કે આર્ટ ક્રાફટના એકિસબિશન માટે નજીવા દરે ભાડા પેટે મળશે જેમાં ટેબલ-ખુરશીથી લઇને જરૂરી યુટીલીટીઝ સાથે એસ હોલ તેમને મળી રહેશે. તેમ યાદીમાં જણાવાયું છે.
આ પ્રદર્શનમાં પ્રવેશ મફત છે. જોગી આર્ટસના ડો. ચાંદની લાઠીયા અને નિશાત લાઠીયા છેલ્લા પ વર્ષથી સૌરાષ્ટ્રભરના આર્ટિસ્ટને અલગ અલગ સ્કિલ બેઇઝ વોકેશનલ ટ્રેઇનિગ આપે છે. વધુ વિગત માટે ૯૬૬૨૨ ૧૨૪૮૬ રવિવાર સવારે ૧૧ થી સાંજે પ સુધી સ્થળઃ જોગી ઘ આર્ટ એન્ડ ક્રાફટ જંકશન, રોયલ સ્કૂલની સામે, માયાણી ચોક, રાજકોટ (૩પ-૪)
(4:09 PM IST)










