<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ કોલેજીયન યુવાનનું તેની જ કારમાં અપહરણ કરી ૪.૬૫ લાખની લૂંટમાં બે રીઢા શખ્‍સને ક્રાઇમ બ્રાંચે દબોચ્‍યા

એન્‍જિનીયરીંગનો અભ્‍યાસ કરતાં રણધરીને ૧૧મીએ મોહિત ઉર્ફ મનિષે રાતે ૧૨ વાગ્‍યે મેસેજ કર્યો કે કાલે રાતે ખાસ કામ છે, રૂબરૂ મળજે, ૧૨મીએ મોરબી રોડ પર ઘર નજીક મળવા બોલાવી ઉઠાવી લીધો હતો : સોહમનગરના રણધીર કટારીયાને એઇમ્‍સ પાછળ લઇ જઇ બેફામ માર મારી ધમકાવ્‍યો હતોઃ પોતે સાયબર ક્રાઇમમાં ફસાયો છે ૪૦ લાખ ભરવા પડશે તેવો ખોટો ફોન પણ કરાવ્‍યો હતોઃ મનિષ ઉર્ફ મોહિત ગોહેલ અને રહીશ ઉર્ફ અલ્‍બાઝ ભાડુલા અમદાવાદથી ઝડપાયાઃ ત્રીજાની શોધ : મનિષની ત્રણ ગુનાઓમાં અને રહીશની ૧૫ ગુનામાં સંડોવણીઃ બંને પાસામાં પણ જઇ આવ્‍યા છે : તક મળતાં રણીધર ભાગીને જંગલની ઝાડીઓમાં રાતભર છુપાઇ રહ્યોઃ સવારે બહાર નીકળતાં આજી-૨નો રસ્‍તો હતોઃ ખેડુત મારફત પિતાને ફોન કરી ઘરે પહોંચ્‍યો હતો

 

રાજકોટ તા. ૨૩: શહેરના મોરબી રોડ પર સોહમનગર સોસાયટી મેઈન રોડ પર રહેતાં અને ધોળકા ગામની રાય યુનિવર્સિટીમાં કોમ્‍પ્‍યુટર ઈજનેરીનો અભ્‍યાસ કરતા રણધીર રૂપેશભાઇ  કટારીયા (ઉ.વ.૨૯)નું તેની જ કારમાં અપહરણ કરી રૂા ૪.૬૫ લાખની લૂંટ કરવાના ગુનામાં ક્રાઈમ બ્રાંચે બે નામચીન શખ્‍સોએ દબોચી લીધા છે. આ વિદ્યાર્થીનું અપહરણ કરી તેના પિતાને આરોપીઓએ ગાંધીનગર સાયબર ક્રાઇમના અધિકારીની ઓળખ આપી ૪૦ લાખની માંગણી કરી ધમકી આપી હતી. ક્રાઇમ બ્રાંચે આરોપીઓને સાબરમતી રેલ્‍વે સ્‍ટેશન નજીકથી દબોચી લીધા હતાં.

ક્રાઇમ બ્રાંચની ટીમ બી-ડિવીઝનમાં નોંધાયેલા અપહરણ લૂંટના ગુનાનો ભેદ ઉકેલવા કામે લાગી હતી. એ દરમિયાન હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, રાજેશભાઇ જળુ અને કોન્‍સ. વિશાલભાઇ દવેને બાતમી મળતાં બે આરોપી મનિષ ઉર્ફ મોહિત ચમનભાઇ ગોહેલ (ઉ.વ.૨૧-રહ. જુનો મોરબી રોડ ગણેશનગર-૮) તથા અલ્‍બાઝ ઉર્ફ રહીશ મોહમદભાઇ ભાડુલા (ઉ.વ.૨૩-રહે. જુનો મોરબી રોડ, ચામડીયા પરા મસ્‍જીદે હસનને પાસે)ને ઝડપી લીધા હતાં.

જાણવા મળ્‍યા મુજબ ગત તા. ૧૨/૮ના રાતે નવેક વાગ્‍યે યુવાન રણધીર રૂપેશભાઇ કટારીયા પોતાના ઘરે હતો ત્‍યારે વાત કરવાના બહાને બહાર બોલાવી મોહિત અને રહીશ સહિત ત્રણ આરોપીઆ કારમાં અપહરણ કરી એઈમ્‍સ નજીક અવાવરૂ વિસ્‍તારમાં લઈ ગયા બાદ આડેધડ છરીના ઉંધા ઘા મારી ઈજા કરી હતી. તેમજ તેની પાસેથી સોનાની ૩ વીંટી, માળા, ફોન, અને કાર મળી કુલ રૂા ૪.૬પ લાખની મત્તાની લૂંટ ચલાવી હતી. આ ઉપરાંત રણધીરના પિતાને સાયબરના અધીકારીની ખોટી ઓળખ આપી તેના પાસેથી રૂા. ૪૦ લાખની માંગણી કરી ધમકી આપી હતી.   ત્‍યારબાદ તક જોઇ રણધીર ભાગી છુટયો હતો અને એક ખેડૂતની મદદથી પરિવારજનોને જાણ કરતાં તેને સારવાર માટે ખસેડાયો હતો.  બી-ડીવીઝન પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. સાથે સાથે ક્રાઇમ બ્રાંચ, એલસીબીની ટીમો પણ કામે લાગી હતી. દરમિયાન ક્રાઇમ બ્રાંચે ત્રણ પૈકીના બે આરોપીને અમદાવાદથી ઝડપી લીધા હતાં.

પોલી સુત્રોના કહેવા મુજબ ઝડપાયેલા બંને શખ્‍સ ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. મનીષ ઉર્ફે મોહીત અગાઉ પણ લૂંટ સહિત ત્રણ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે. અને એક વખત પાસા તળે જેલની હવા ખાઈ આવ્‍યો છે. જયારે અલ્‍બાઝ ઉર્ફે રહીશ મારામારી, ચોરી, એટ્રોસીટી સહિત ૧૫ ગુનામાં સંડોવાઈ ચુકયો છ અને ત્રણ વખત પાસાની પણ હવા ખાઈ ચુકયો છે. બને આરોપીનો કબ્‍જો બી-ડિવીઝન પોલીસે મેળવી વધુ તપાસ હાથ ધરી છે.

અપહરણ લૂંટની આ ઘટના બારામાં રણધીર કટારીયાએ વધુમાં કહ્યું હતું કે મારા ઘર નજીક સોહમનગરમાં ટાયરની દૂકાનમાં નોકરી કરતાં મોહિત ઉર્ફ મનિષ સાથે ઇન્‍સ્‍સ્‍ટાગ્રામ દ્વારા મારો પરિચય થયો હતો અને અમે ઇન્‍સ્‍ટાગ્રામ ફ્રેન્‍ડ બન્‍યા હતાં. ૧૧મીએ રાતે ૧૨ વાગ્‍યે તેણે મને ઇન્‍સ્‍ટાગ્રામમાં મેસેજ કરી કહેલુ કે તારુ કામ છે મને રૂબરૂ મળ. બાદ રાતે સાડા ત્રણે ફોન આવેલો કે ભુલ્‍યા વગર ૧૨મે રાતે સાડાનવે મળજે તારુ કામ છે. આ પછી ૧૨મીએ મને રાતે ફોન કરી ક્‍યાં છો? હું સોહમનગર પાસે ઉભો છું તું આવી જા તેમ કહેતાં હું મારી કાર લઇને જતાં મોહિત ઉર્ફ મનિષ ઉભો હતો.

તેણે કહેલું કે મારા બે મિત્રો છે ચાલ તને તેની સાથે મળાવું કહેતાં તે મારી ગાડીમાં બેસી ગયેલ. પછી મને ગાડી હંકારવા કહી મોરબી રોડ ગણેશનગર પાસે શેરીમાં લઇ ગયો હતો. જ્‍યાં બીજા બે છોકરા હતાં. જમાંથી એકને હું જોયે ઓળખતો હતો તે રહીશ ખાટકી હતો. આ પછી આ ત્રણેયએ મારી સાથે વાતો કરી હતી અને અલગ અલગ રસ્‍તે કાર ફેરવી છેલ્લે ખંઢેરીથી આગળ એઇમ્‍સના રસ્‍તે લઇ જઇ પછી અચાનક મને મારકુટ ચાલુ કરી હતી અને છરીના ઉંધા ઘા મોહીત અને રહીશે માર્યા હતાં. અજાણ્‍યાએ ઢીકાપાટા મારી મારી સોનાની વીંટી, સોનાની મગમાળા, ફોન એમ બધુ લૂટી લઇ ફરીથી મને ગાઢીમાં બેસાડી દીધો હતો. આ વખતે ડ્રાઇવીગ અજાણ્‍યો શખ્‍સ કરતો હતો. આ બધાએ મને મારા પિતાને હું સાયબર ક્રાઇમમાં ફસાઇ ગયો છું, મને સાયબરવાળા લઇ જાય છે છુટવા માટે ચાલીસ લાખ માંગે છે એવો ફોન કરવા ધમકાવતાં મેં આ પ્રકારનો ફોન પણ મારા પિતાને કર્યો હતો.

છેલ્લે અવાવરૂ જંગલમાં અંધારામાં મને લઇ ગયા હતાં. જ્‍યાં ગાડી ધીમી પડતાં હું દોટ મુકી છટકીની અંધારામં  છુપાઇ ગયો હતો. ત્રણેયએ મારો પીછો કર્યો હતો પરંતુ ઝાડીઓમાં અંધારૂ હોઇ હું તેને મળી શક્‍યો નહોતો. ડરનો માર્યો સવાર સુધી હું  ત્‍યાં જ સુઇ રહ્યોહ તો. વહેલીસ વારે ચાલીને આગળ વધતાં એક ખેતરમાં થઇ બહાર નીકળતાં આજી-૨ ડેમનો રસતો હોવાનું ત્‍યાં ઉભેલા એક ભાઇ મારફત જાણવા મળતાં તેના ફોનમાંથી મેં મારા પિતાને જાણ કરી હતી.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્‍દ્ર બગડીયા, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ક્રાઇમ ભરત બી. બસીયાની સુચના અને પીઆઇ એમ.આર. ગોંડલીયા, પીઆઇ એમ. એલ.  ડામોર, પીઆઇ સી. એચ. જાદવ, પીએસઆઇ વી. ડી. ડોડીયા, એએઅસાઇ અમિતભાઇ અગ્રાવત, દિગપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. દિપકભાઇ ચોૈહાણ, સંજયભાઇ રૂપાપરા, રાજેશભાઇ જળુ, દિલીપભાઇ બોરીચા, જયરાજસિંહ કોટીલા, પ્રદિપસિંહ જાડેજા, કોન્‍સ. વિશાલ દવેએ આ કામગીરી કરી હતી. (૧૪.૬)

(2:27 PM IST)