તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
મહેમાન આવવાના છે તેવુ બહાનું કરી નિલેશ મકવાણા મિત્રના કવાટરમાં જુગારધામ ચલાવતો હતો
પ્રનગર પોલીસના હેડ કોન્સ મયુરસિંહ જાડેજા અને કોન્સ તોફીકભાઇ મંઘરાની બાતમીઃ જામટાવર રોડ કેન્દ્રાચલ કવાર્ટરમાંથી મહિલાઓ સહિત છ શખ્સોને દબોચ્યાઃ રૂા. ૪૪ હજારની રોકડ કબજે

રાજકોટ, તા. ર૩: જામટાવર રોડ પર કેન્દ્રાચલ કવાર્ટરમાં પ્રનગર પોલીસે બાતમીના આધારે એક કવાર્ટરમાં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતી મહિલાઓ સહિત છ શખ્સોને પકડી લીધા હતા.
મળતી વિગત મુજબ જામટાવર રોડ પર કેન્દ્રાચલ કવાર્ટરમાં એક કવાર્ટરમાં જુગારધામ ચાલતુ હોવાની પ્રનગર પોલીસ મથકના હેડ કોન્સ મયુરસિંહ જાડેજા તથા કોન્સ તૈફીકભાઇ મંઘરાને બાતમી મળતા કેન્દ્રાચલ કવાર્ટરમાં કવાર્ટર નં. ર૭ માં દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા નિલેશ મનસુખભાઇ મકવાણા (રહે. રેલનગર ચીતલપાર્કમાં ચીતલ એપાર્ટમેન્ટ બ્લોક નં. ર૦૧) તથા પરસાણાનગર શેરી નં. ૧ ના નિતેશ ગોરધનભાઇ સાવરીયા, એસ્ટ્રોન સોસાયટી પાસે તંતી પાર્ક શેરી નં. ૪ ના પ્રજ્ઞાબેન રાજુભાઇ ભાલાળા, યુનિવર્સિટી રોડ પર નિલકંઠનગર મેઇન રોડ પર રહેતા જયશ્રીબેન ભીમજીભાઇ વીરડીયા, દોઢસો ફુટ રોડ પર ગોવર્ધન ચોક સ્કાય હાઇટસમાં રહેતા જીજ્ઞાબેન ભરતભાઇ પારેખ, તથા ગોંડલ રોડ પી. ડી. એમ. કોલેજ પાસે રામનગર-ર માં રહેતા પારૂલબેન તુષારભાઇ વજાણીને પકડી લઇ રૂા. ૪૪,૮૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. પોલીસની પુછપરછમાં નિલેશ મકવાણાએ મહેમાન આવવાના છે. તેવુ બહાનુ કરી મિત્રના કવાર્ટરમાં છેલ્લા ત્રણ દિવસથી જૂગારધામ ચલાવતો હોવાનું જાણવા મળ્યું છે.
આ કામગીરી પી.આઇ. વી. આર. વસાવાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જે. એન. ગમારા, હેડ કોન્સ. મયુરસિંહ જાડેજા, કોન્સ. ચાંપરાજભાઇ, તોફીકભાઇ મંઘરા તથા કોન્સ. ક્રિષ્નાબેન દ્વારા કરવામાં આવી હતી.
(3:06 PM IST)










