<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

હીરાસર પાસે રૂા.૩૬ હજારના દારૂ ભરેલી કાર સાથે જેન્‍તી અને નવધણ પકડાયા

એરપોર્ટ પોલીસનો દરોડોઃ દારૂની ૨૪ બોટલ તથા કાર મળી રૂા.૨.૩૬ લાખનો મુદામાલ કબ્‍જે

રાજકોટ તા.૨૩: કુવાડવા નજીક હિરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ જવાના રસ્‍તે એરપોર્ટ પોલીસે બાતમીના આધારે દરોડો પાડી રૂા.૩૬ હજારના દારૂ ભરેલી કાર સાથે બે શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ હીરાસર ઇન્‍ટરનેશનલ એરપોર્ટ જવાના રસ્‍તે વિદેશી દારૂ ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી મળતા એરપોર્ટ પોલીસના એ.એસ.આઇ. ગણપતભાઇ રાઠવા તથા કોન્‍સ કિર્તીરાજસિંહ સોલંકી સહિત વોચમાં હતા. ત્‍યારે હિરાસર એરપોર્ટ જવાના ત્રણ રસ્‍તા પાસેથી પસાર થતી જીજે-૩ જે.એલ- ૪૪૮ નંબરની કારને રોકી તલાશી લેતા તેમાંથી રૂા. ૩૬ હજારની વિદેશીદારૂની  ૨૪ બોટલ મળી આવતા કારમાંથી જેન્‍તી ધુધાભાઇ જાંબુકીયા (ઉ.વ.૪૫) (રહે. મનહરપુર -૧ મુળ મધરીકડા ગામ તા. ચોટીલા) તથા નવધણ સુખાભાઇ બાબરીયા (ઉ.વ.૩૮) (રહે. ઘંટેશ્વર પાસે માધાપર ગામમાં) ને પકડી લઇ દારૂ તથા કારમળી રૂા. ૨,૩૬,૦૦૦નો મુદામાલ કબ્‍જે કર્યો હતો

(4:09 PM IST)