News of Saturday, 23rd August 2025
રાજકોટ જીલ્લામાં જુગારના ૪ દરોડા ર૪ બાજીગરો પતા ટીંચતા પકડાયા
કોટડાસાંગાણીના ભાડવા ગામે ૬, ભાયાવદરના ગઢાળા ગામે ૧૦, જામકંડોરણાના રાયડી ગામે ૩ અને પાટણવાવના ચિચોડ ગામે જુગાર રમતા પ પકડાયા

રાજકોટ, તા., ર૩ : રાજકોટ જીલ્લામાં જુગારના અલગ-અલગ ૪ દરોડામાં જુગાર રમતા ર૪ બાજીગરોને પોલીસે ઝડપી લીધા હતા.
પ્રથમ દરોડામાં કોટડાસાંગાણી પોલીસે ભાડવા ગામની સીમમાં વીડીમાં રેઇડ કરી જાહેરમાં જુગાર રમતા (૧) બાલા ઉર્ફે બાલજીભાઇ ઉકાભાઇ રાતડીયા ધંધો ખેતી રહે. જુની ખોખરી-તા.કોટડાસાંગાણી (ર) કિશોર ભીખાભાઇ ભાખોત્રા ધંધો ખેતી રહે. જુની ખોખરી (૩) હિતેન્દ્રસિંહ વિક્રમસિંહ જાડેજા ધંધો ખેતી રહે. માણેકવાડા તા.કોટડાસાંગાણી (૪) હરેશ દામજીભાઇ સોલંકી ધંધો ખેતી રહે. જુની ખોખરી (પ) જયોતીષ મુળજીભાઇ સોલંકી ધંધો ખેતી રહે. જુની ખોખરી તથા (૬) રાજેન્દ્રસિંહ ઉર્ફે ટેમભા જગદીશસિંહ જાડેજા ધંધો ખેતી રહે. માણેકવાડા તા. કોટડાસાંગાણીને રોકડા રૂા. ૩૭૮૦૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
બીજા દરોડામાં ભાયાવદર પોલીસે ગઢાળા ગામ ગ્રામ પંચાયતની બાજુની શેરીમાં રેઇડ કરી જૂગાર રમતા (૧) ગોવિંદ ઓઘડભાઇ ઊંટડીયા ધંધો ખેતી રહે. ગઢાળા પંચાયત વિસ્તાર (ર) કનુ ખીમાભાઇ ગલ ધંધો-ખેતી રહે. ગઢાળા, પંચાયત વિસ્તાર (૩) દિગ્વિજસિંહ ભરતસિંહ ચુડાસમા ધંધો ખેતી રહે. ગઢાળા ગામ રામ મંદિરની બાજુમાં, (૪) હરદેવસિંહ નાથુભા ચુડાસમા ધંધો ખેતી રહે. ગઢાળા ગામ, પંચાયત ઓફીસ પાસે, (પ) ખીમજી જેતસીભાઇ ઊંટડીયા ધંધો ખેતી રહે. ગઢાળા બલાડ માતાજીના મંદિરની પાસે, (૬) જયદિપસિંહ અજીતસિંહ ચાવડા ધંધો ખેતી રહે. ગઢાળા રામાપીરના મંદિર સામે (૭) રાજેશ સીદાભાઇ ઊંટડીયા ધંધો-ખેતી રહે. ગઢાળા કેનાલ પાસે, (૮) પરેશ રાજાભાઇ ઊંટડીયા ધંધો ખેતી રહે. ગઢાળા બલાડ માતાજીના મંદિરની પાસે (૯) વિક્રમ બોદાભાઇ પંપાણીયા ધંધો ખેતી-રહે. ગઢાળા રબારી ફળી તથા (૧૦) રમેશ મેણશીભાઇ ડેર ધંધો ખેતી રહે. ગઢાળા આહીર ફળી વિસ્તારને રોકડ રકમ ર૦૪૭૦ તથા ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
ત્રીજા દરોડામાં જામકંડોરણા પોલીસે રાયડી ગામે પરા વિસ્તાર સરકારી દવાખાના પાસે રેઇડ કરી જાહેરમાં જૂગાર રમતા (૧) રમણીક ખીમજીભાઇ પરમાર ધંધો મજૂરી રહે. રાયડી ગામ પરા વિસ્તાર (ર) ગેલા મોહનભાઇ રાઠોડ ધંધો -મજૂરી રહે. રાયડી ગામ પરા વિસ્તાર તથા (૩) નરેન્દ્ર ઉર્ફે નયન માધાભાઇ રાઠોડ ધંધો મજૂરી રહે. રાયડી ગામ પરા વિસ્તારને રોકડા રૂા. ૧૮પ૦ અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતાં.
ચોથા દરોડામાં પાટણવાવ પોલીે ચિચોડ ગામમાં આવેલ કિશોર હમીરભાઇ દયાતરના રહેણાંક મકાન સામે રેઇડ કરી જુગાર રમતા (૧) કિશોર હમીરભાઇ દયાતર ધંધો ખેતી રહે. ચિચોડ, (ર) કિશોર પાલાભાઇ ચેલાવડ ધંધો ખેતી રહે. શેરગઢ તા. કેશોદ (૩) હસમુખ વલ્લભભાઇ સનેસરીયા ધંધો મજુરી રે.ચિચોડ (૪) મુકેશ સાદુરભાઇ દયાતર ધંધો ખેતી રહે. ચિચોડ તથા (પ) મંગળસિંહ સમજુભાઇ દયાતર ધંધો ખેતી રે. ચિચોડ તા.ધોરાજીને રોકડા રૂા. ૧૩,૮૪૦ અને ગંજીપતા સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
(3:08 PM IST)










