<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

રાજકોટ ઇલેકટ્રોનિકસ ટ્રેડ એસો. દ્વારા કાલે વિદ્યાર્થી સત્‍કાર સમારોહ

 

રાજકોટ તા. ૨૩ : રાજકોટ ઇલેકટ્રોનીકસ ટ્રેડ એસોસીએશન દ્વારા કાલે તા. ૨૪ ના રવિવારે બપોરે ૩ વાગ્‍યાથી, મોટેલ ધ વિલેજ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે વિદ્યાર્થી સત્‍કાર સમારોહનું આયોજન કરાયુ છે.

‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા એસોસીએશનના હોદેદારોએ જણાવ્‍યુ હતુ કે દર વર્ષની પ્રણાલીકા મુજબ ‘રેટા' પરિવારના બાળકોને અભ્‍યાસમાં રસ રૂચી લેતા કરવા ટેલેન્‍ટેડ બાળકોને મોટીવેશન મળે તે હેતુથી આ વર્ષે પણ વિદ્યાર્થી સન્‍માનનું આયોજન કરાયુ છે.

જેમાં ધો.૧ થી ૧૨ માં પ્રથમ, દ્વીતીય, તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને શીલ્‍ડ તથા સર્ટીફીકેટ આપી સન્‍માનીત કરવામાં આવશે. અન્‍ય તમામ વિદ્યાર્થીઓને ગીફટ અને સર્ટીફીકેટ આપી પ્રોત્‍સાહીત કરાશે.

આ સંસ્‍થા ૪૮ વર્ષથી કાર્યરત છે. દર વર્ષ અલગ અલગ પ્રોગ્રામ-ફેમીલી સાથે પ્રવાસ તથા ઇલેકટ્રોનીકસ ડીજીટલને લગતા સેમીનારના આયોજનો કરે છે. બ્‍લડ ડોનેશન કેમ્‍પ કરે છે.

આવતીકાલે આયોજીત આ વિદ્યાર્થી સત્‍કાર સમારોહને સફળ બનાવવા એસોસીએશનના પ્રમુખ રસિકભાઇ પોકળ (મો.૯૮૨૪૫ ૦૯૮૯૭), મંત્રી મનોજભાઇ પરમાર (મો.૯૯૦૪૨ ૨૪૭૪૨)ના માર્ગદર્શન હેઠળ સમગ્ર કારોબારી ટીમના કેશુભાઇ કમાણી, હરેશભાઇ રૈયાણી, દિપકભાઇ ચોટલીયા, જયેશભાઇ ભટ્ટ, યોગેશભાઇ ચૌધરી, અરવિંદભાઇ પેઢડીયા, ધર્મેશભાઇ અજાણી, રમેશભાઇ રૈયાણી, રવજીભાઇ રામોલીયા, જી. જે. જેબલીયા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા રાજકોટ ઇલેકટ્રોનિકસ ટ્રેડ એસોસીએશનના સભ્‍યો નજરે પડે છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(3:14 PM IST)