<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા કાલે વિદ્યાર્થી પ્રતિભા સન્‍માન સમારોહઃ ૪૭૩ છાત્રોને ફૂલડે વધાવશે

 

રાજકોટ તા.૨૩: શ્રી રાજકોટ ગુર્જર પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા ૩૩મો તેજસ્‍વી વિદ્યાર્થી પ્રતિભા સન્‍માન સમારોહ કાલે તા.૨૪ રવિવારે બપોરે બે વાગ્‍યાથી અટલબિહારી વાજપાઇ ઓડીટોરીયમ, પેડક રોડ, રાજકોટ ખાતે યોજવામાં આવેલ છે. જેમાં પૂ. ભકિત સ્‍વામીજી, ખીરસરા દ્વારા આર્શીવચન પાઠવવામાં આવશે.  આ પ્રસંગે ધો.૧ થી પીએચડી સુધીના ૪૭૩ છાત્રોનું સન્‍માન થશે .

સમારંભના અધ્‍યક્ષ ડો. રાજેન્‍દ્ર પ્રજાપતિ, સહઅધ્‍યક્ષ રસિકભાઈ ભલગામા અને મુખ્‍ય મહેમાન નરેશભાઈ પ્રજાપતિ  તેમજ રાજકોટ ગુર્જર જ્ઞાતિના તેમજ વિવિધ ગોળના આગેવાનો ઉપસ્‍થિત રહેશે. મનસુખભાઈ તલસાણીયા, અને નીતિનભાઈ ઘાટલીયા  પિયુષભાઇ મછોયા સહસંગઠન મંત્રી નારાયણભાઈ પ્રજાપતિ, ટ્રસ્‍ટ-પ્રમુખ ઈશ્વરભાઈ શિક્ષણ સમિતિના ચેરમેન  નિલેષભાઈ પાટડીયા, વાઈસ ચેરમેનવી ભાવેશભાઈ ઝીંઝુંવાડિયા, સંગઠન મંત્રી બળવંતભાઈ હળવદીયા, ઘાટલીયા ટ્રસ્‍ટ મંત્રી મનસુખભાઈ ગોહેલ, જ્ઞાતિ પ્રમુખ  મનસુખભાઈ તલસાણીયા જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્‍વીરમાં સંસ્‍થાના પ્રમુખ મનસુખભાઇ  તલસાણીયા, મંત્રી સુરેશભાઇ ચૌહાણ, સંગઠન મંત્રી બળવંત હળવદીયા, કારોબારી પિયુષભાઇ મછોયા નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)

(3:15 PM IST)