<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

શહેર સંતકબીર રોડ-નકલંક ચોક-કાલાવડ રોડ ખાતેથી ૩૧ કિલો અખાદ્ય ખોરાકનો નાશ

મનપાની ફુડ શાખા દ્વારા ઉપલા કાંઠે ચેકીંગઃ ૩ ને લાઇસન્‍સ અંગે નોટીસ : ગજાનંદ જોધપુર ચાઇનીઝ-પંજાબીમાંથી વાસી લોટ, પનીર, ટોમેટો સોસ, મંચુરીયન, ક્રિષ્‍ના ચાઇનીઝ એન્‍ડ પંજાબીમાંથી અખાદ્ય મંચુરીયન તથા ચટકાઝમાંથી વાસી બ્રેડ અને દાઝીયું તેલ પકડાયું

રાજકોટ, તા. ર૩: શહેરના વિવિધ વિસ્‍તારોમાં મનપાની ફુડ શાખા દ્વારા ખાદ્ય પદાર્થ ઉત્‍પાદકો-વિક્રેતાઓને ત્‍યાં ચકાસણી કરવામાં આવી રહી છે.

જે અંતગર્ત સંત કબીર રોડ મુકામે આવેલ ‘ગજાનંદ જોધપુર ચાઇનીઝ એન્‍ડ પંજાબી' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર બિન આરોગ્‍યપ્રદ સ્‍થિતિમાં સંગ્રહ કરેલ વાસી અખાદ્ય લોટ, પનીર, ટમેટો સોસ તથા વાસી અખાદ્ય મંચુરિયન- પ્રિપેર્ડ ખાદ્યચીજો મળીને કુલ ૧૫ કિ.ગ્રા. જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન નકલંક ચોક, લાખના બંગલોવાળો રોડ મુકામે આવેલ ‘ક્રિષ્‍ના ચાઇનીઝ એન્‍ડ પંજાબી' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ પર નાશ વાસી અખાદ્ય મંચુરિયન- પ્રિપેર્ડ ખાદ્યચીજ ૧૦ કિ.ગ્રા. જથ્‍થાનો સ્‍થળ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

ઉપરાંત સર્વેલન્‍સ ચેકિંગ દરમિયાન આત્‍મીય કોલેજની સામે, કાલાવડ રોડ, રાજ્‍કોટ મુકામે આવેલ ‘ CHATKAZ- શ્રી નાથજી ફાસ્‍ટ ફૂડ' પેઢીની તપાસ કરતા સ્‍થળ પર સંગ્રહ કરેલ વાસી બ્રેડ તથા વાસી અખાદ્ય દાઝીયું તેલ મળીને ૦૬ કિ.ગ્રા. જથ્‍થાનો સ્‍થળ પર નાશ કરવામાં આવેલ તેમજ પેઢીને સ્‍થળ પર હાઈજેનિક કન્‍ડિશન, યોગ્‍ય સ્‍ટોરેજ જાળવવા તથા લાયસન્‍સ બાબતે નોટીસ આપવામાં આવેલ.

જયારે ફૂડ વિભાગની ટીમ દ્વારા જ્‍લ્‍ષ્‍ વાન સાથે શહેરના સંત કબીર રોડ વિસ્‍તારમાં આવેલ ખાધ્‍ય ચીજો નું વેચાણ કરતાં કુલ ૧૯ ધંધાર્થિઓની ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં ૦૩ ધંધાર્થિઓને લાઇસન્‍સ બાબતે સૂચના આપવામાં આવેલ. તેમજ ખાધ્‍ય ચીજોના કુલ ૧૯ નમૂનાની સ્‍થળ પર ચકાસણી કરેલ.

ચકાસણી કરેલ ધંધાર્થીઓમાં શ્રી નાથજી મેંદુવડા, જય ગાત્રાળ પૌવા તથા ગજાનંદ ચાઇનીઝ પંજાબી લાઇસન્‍સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવેલ.

(3:18 PM IST)