<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

જન્‍મ-મરણના દાખલા માટે કચેરીએ ધક્કામાંથી મુકિતઃ આંગળીના ટેરવે નીકળશે

મનપા દ્વારા રાજકોટ શહેરની તમામ હોસ્‍પીટલને સિવિલ રજીસ્‍ટ્રેશન સિસ્‍ટમના પોર્ટલ ઉપયોગ કરવા અંગે તાલીમ અપાવી અરજદારો મેસેજ આવ્‍યા બાદ સર્ટીફિકેટમાં સુધારા વધારા ઓનલાઇન કરી શકશે

રાજકોટ તા. ર૩ :.. ગુજરાત રાજ્‍ય, આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ ગાંધીનગર દ્વારા જન્‍મ અને મરણની તમામ કામગીરી EOLAKH પોર્ટલમાં કરવામાં આવે છે તે તમામ કામગીરી ભારતના મુખ્‍ય રજીસ્‍ટ્રાર ( જન્‍મ અને મરણ) Registrar General of India દ્વારા તૈયાર કરેલ વેબ પોર્ટલ CRS (Civil Registration System )માં તબદીલ કરવાની પ્રક્રીયા હાથ ઉપર લીધેલ છે. આ કામગીરી માટે રાજકોટ મહાનગરપાલિકાને રાજકોટ શહેરની તમામ હોસ્‍પીટલને તાલીમ આપવાની જવાબદારી સોંપવામાં આવેલ છે. જે માટે રાજકોટ મહાનગરપાલિકાના નાયબ કમિ‘રશ્રી અને આરોગ્‍ય અધિકારીશ્રીના નેતળત્‍વ હેઠળ તા.૨૨ને શુક્રવારના રોજ રાજકોટ શહેરની તમામ હોસ્‍પીટલને પૂજ્‍ય ઙ્કમુખ સ્‍વામી ઓડીટોરીયમ, રૈયા રોડ રાજકોટ ખાતે તાલીમ આપવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેરના ત્રણેય ઝોનમાંથી ૧૯૦ જેટલી હોસ્‍પીટલો દ્વારા આ તાલિમ લેવામાં આવેલ છે અને  મહાનગરપાલિકા-આરોગ્‍ય શાખા, આ પોર્ટલનો ઉપયોગ કરવા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી રહી છે.

આ પોર્ટલમાં જન્‍મ કે મરણની નોંધણી થતા તુંરતજ અરજદારને મોબાઇલમાં મેસેજ આવશે અને સાથો સાથ ઇમેઇલ આવશે જેનાથી અરજદારશ્રી આ નોંધમાં કોઇ ભુલ હોય તો તે જાતેજ આ ભુલ સુધારી શકાશે. જેથી ભવિષ્‍યમાં કચેરીનો સુધારા માટે સંપર્ક કરવાનો રહેશે નહીં. અરજદારશ્રી દ્વારા ઓનલાઇન પ્રક્રીયા મારફતે પ્રમાણપત્ર મેળવી શકશે તેમજ અરજદારોને કોઇપણ સુધારા વધારા કે નામ દાખલ થતાની સાથે તુરંતજ પ્રમાણપત્ર ઓનલાઇન મળી શકશે.

આ પોર્ટલ કોમ્‍પ્‍યુટર મારફતે ઉપયોગમાં લઇ શકાશે તેમજ મોબાઇલ એપ્‍લીકેશન મારફતે પણ ઉપયોગમાં લઇ શકાશે.

(3:42 PM IST)