<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

વોર્ડ નં.૧૬માં વિવિધ રસ્‍તાઓ રૂા.૨.૫૩ કરોડના ખર્ચે ચકાચક બનશે

રાજકોટઃ શહેરના વોર્ડ નં.૧૬માં રૂા. ૨.૫૩ કરોડના ખર્ચે દેવપરા ૮૦ ફૂટ રોડ પર તથા શ્રમશ્રધ્‍ધા ચોકથી નેશનલ હાઈવે સુધીના મારૂતીનગર ૮૦ ફૂટ રોડ પર પેવર રીકાર્પેટ કરવાનું કામ ગઇકાલની સ્‍ટેન્‍ડિંગ કમિટીમાં મંજુર કરવામાં આવેલ છે.

ઉક્‍ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર કંચનબેન સિધ્‍ધપુરા, નરેન્‍દ્રભાઇ ડવ, સુરેશભાઇ વસોયા તેમજ રૂચિતાબેન જોષી દ્વારા સ્‍ટેન્‍ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્‍ટેન્‍ડિંગ કમિટીના તમામ સભ્‍યોનો આભાર વ્‍યક્‍ત કરેલ છે.

(3:50 PM IST)