તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 23rd August 2025
વિકાસસાથે રમત-ગમતને પણ વેગસામાકાંઠા વિસ્તારના રમતવીરો રાજી-રાજીઃ કુવાડવા રોડ ખાતે ઇન્ડોર સ્પોર્ટસ કોમ્પલેક્ષ બનશે
તાજેતરમાં જ ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા પૂર્વ ઝોનમાં વિકાસકામો માટે સમીક્ષા બેઠક યોજી હતી

રાજકોટ,તા.૨૪:શહેરના વોર્ડ નં.૦૧૨માં રૂા.૪૪.૮૬ લાખના ખર્ચે મવડી વિસ્તારમાં આવેલ શ્યામનગર - રાધિકા પાર્ક સામે બગીચો બનશે.
મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨માં રૂા.૪૪.૮૬ લાખના ખર્ચે મવડી વિસ્તારમાં આવેલ શ્યામનગર રાધે હોટલ રોડ - રાધિકા પાર્ક સામે ટી.પી.સ્કીમ નં.-ર૧માં બગીચા હેતુ માટેનાં અનામત પ્લોટ નં.-૩૯(એ)માં બગીચો બનાવવાનું કામ ગઈકાલે મળેલ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં નવી સુવિધા મળવાથી લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
આ કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો. પ્રદીપભાઈ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા તથા અસ્મિતાબેન દેલવાડીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.
(3:52 PM IST)










