News of Saturday, 23rd August 2025
આિનંદો...મવડીના શ્યામનગર - રાધિકા પાર્ક વિસ્તારમાં ૪૪.૮૬ લાખના ખર્ચે બગીચો બનશે
વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો.પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા તથા અસ્મિતાબેન દેલવાડીયાના પ્રયત્ન સફળ

રાજકોટ,તા.૨૪ઃશહેરના વોર્ડ નં.૦૧૨માં રૂ.૪૪.૮૬ લાખના ખર્ચે મવડી વિસ્તારમાં આવેલ શ્યામનગર - રાધિકા પાર્ક સામે બગીચો બનશે.
મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨માં રૂ.૪૪.૮૬ લાખના ખર્ચે મવડી વિસ્તારમાં આવેલ શ્યામનગર રાધે હોટલ રોડ - રાધિકા પાર્ક સામે ટી.પી.સ્કીમ નં.-ર૧માં બગીચા હેતુ માટેનાં અનામત પ્લોટ નં.-૩૯(ઍ)માં બગીચો બનાવવાનું કામ ગઈકાલે મળેલ સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે. આ વિસ્તારમાં નવી સુવિધા મળવાથી લોકોમાં ખુશીની લહેર જાવા મળી રહી છે.
આ કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર ડો. દીપભાઈ ડવ, મગનભાઈ સોરઠીયા, મિતલબેન લાઠીયા તથા અસ્મિતાબેન દેલવાડીયા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે. (૩પ-૧૪)
(3:54 PM IST)










