<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

મનપાની સંકલન બેઠકમાં સાંસદ- ધારાસભ્‍યોએ પ્રશ્‍નોની છડી વરસાવી

 

રાજકોટઃ શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાંસદ સભ્‍ય અને ધારાસભ્‍યઓની ઉપસ્‍થિતિમાં મહાનગરપાલિકા ખાતે મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્‍યક્ષતામાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં પોર્ટલના માધ્‍યમથી પ્રશ્નો/રજુઆતોનો સત્‍વરે નિરાકરણ કરવામાં આવ્‍યું હતું. આ સંકલન બેઠકમાં સાંસદ સભ્‍ય રામભાઈ મોકરીયા દ્વારા સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા, બાંધકામ શાખા, ગાર્ડન શાખા, ટાઉન પ્‍લાનિંગ શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, ધારાસભ્‍યશ્રી ડો. દર્શિતાબેન શાહ દ્વારા ટ્રાફિક સર્કલ, જળ સંચય, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, આરોગ્‍ય શાખા, ગાર્ડન શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ, ધારાસભ્‍ય રમેશભાઈ ટીલાળા દ્વારા બાંધકામ શાખા, ટાઉન પ્‍લાનિંગ શાખા, સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ શાખા લગત પ્રશ્નો/રજુઆતો રજુ કરવામાં આવેલ,  સાંસદ સભ્‍ય અને ધારાસભ્‍યઓ દ્વારા રજુ કરવામાં આવેલ પ્રશ્નો/રજુઆતોનો સત્‍વરે યોગ્‍ય નિરાકરણ લાવવા મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને સૂચના આપી હતી. મ્‍યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાની અધ્‍યક્ષતામાં યોજાયેલ સંકલન સમિતિની બેઠકમાં સાંસદ સભ્‍ય રામભાઈ મોકરીયા, ધારાસભ્‍યો  રમેશભાઈ ટીલાળા, ડો.દર્શિતાબેન શાહ, નાયબ મ્‍યુનિસિપલ કમિશનર મનીષ ગુરવાની,  ચેતન નંદાણી, હર્ષદ પટેલ તેમજ તમામ શાખાના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

(4:03 PM IST)