News of Monday, 25th August 2025
ગુજરાતનું એકમાત્ર નાટક ‘અકૂપાર' રાજકોટમાં આરજે દેવકી અભિનિત, ગીરની ગરીમા વર્ણવતુ
૪ સપ્ટેમ્બરે હેમુગઢવી હોલ ખાતે યોજાશે નાટકઃ ટિકિટઃ ૯૦૨૩૨ ૮૨૪૦૭ અને બુકમાઇશો

રાજકોટઃ આપ સહુ જાણો છો તેમ વિદેહી એન્ટરટેઇન્મેન્ટ હંમેશા કંઈ ને કઈ અનોખું કરતુ રહે છે, ચાહે પછી ગુજરાતી - ઉર્દુ મુશાયરાઓ હોય, રાજકોટમાં કેફે ક્લચરમાં કવિઓ ની મહેફિલ શરુ કરવા જેવો અનોખો આઈડિયા હોય કે સ્ટેજ પર મુવિંગ ટ્રેન , લાઈફ સાઈઝ જહાજ ઉભું કરવા જેવા નાટકો અને ક્યારેક તો તદ્દન સેટ વગર માત્ર સિમ્બોલિક સેટ, કોસ્ચ્યુમ વાળા એક્સપેરિમેન્ટલ નાટકો, એવા બોલ્ડ વિષયો જે રાજકોટ એ કદી માણ્યાના હોય !
વિદેહી એન્ટરટેઇન્મેન્ટ અને લિટ્ટલ એંજલ ડાયપર આયોજિત ગુજરાતી મુવી હેલ્લારોના લેખક શ્રી સૌમ્ય જોશી આલેખિત - દિગ્દર્શિત નાટક ઓહ વુમનિયા , આજ જાનેકી ઝિદના કરો , પાડાની પોળ વ. નાટકોને રાજકોટ વાસીઓ એ ભાવપૂર્વક પ્રચંડ પ્રતિસાદ આપ્યો તો આરજે દેવકી અભિનીત 'સમુદ્ર મંથન' અને સામાજિક પ્રતિબંધો ઉજાગર કરતુ બોલ્ડ નાટક, જાવેદા ને રાજકોટવાસીઓ હજુ પણ ભૂલી નથી શક્યા! નાટક પૂરું થયા પછી સૌ દર્શકો ની તાળીઓ એ અને ખડખડાટ હાસ્ય-રેલીએ સાબિત કરી આપ્યું કે રાજકોટની કલાપ્રેમી જનતા માટે, સારા અને પ્રયોગશીલ નાટકોને આવકારવાની ખુલ્લા હૃદય ની ભાવના શિખર પર છે ! માટે જ રાજકોટના કલાપ્રેમી રસિકો માટે વિદેહી એન્ટરટેઇન્મેન્ટ, એક સાવ અનોખો પ્રયોગ લઇને ફરી આવી રહ્યા છે. વિદેહી એન્ટરટેઇન્મેન્ટ હર-હંમેશ વિષયોમાં વૈવિધ્યસભર અને રાજકોટમાં ભાગ્યે જ આવતા અત્યંત હટકે વિષયો વાળા , કલાસિક નાટકો લાવવાની પરંપરા આગળ ધપાવતા, આ વખતે લઈને આવે છે ગુજરાતનું એકમાત્ર માલધારી આધારિત નાટક - અકૂપાર . સૌરાષ્ટ્રની કલાપ્રેમી જનતાનો ભરપૂર પ્રેમ પામેલું આ નાટક , આપ સહુની લાગણીવશ ફરીથી લાવવામાં આવી રહ્યું છે. અત્યંત લોકપ્રિય લેખક, અને જેમના ગીતોની યૂટ્યૂબ ચેનલો ચાલે છે તેવા યુવાઓ અને દરેક પેઢીના ચહીતા લેખક શ્રી ધ્રુવ ભટ્ટ લિખિત નવલકથા - અકૂપાર આધારિત આ નાટક રાજકોટને ૪થી સપ્ટેમ્બર, ગુરુવાર, રાત્રીના ૯.૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલમાં માણવા મળશે.
ગીરની વાર્તા, ગીર ની બોલીમાં, ગીરની ગરિમા કરતું નાટક અકૂપાર માલધારીઓની સંસ્કૃતિ, પરંપરાઓ, તેઓનો પ્રકૃતિ સાથે નો તાલમેલ, જીવન વિશેનું તેમનું દર્શન, પ્રકૃતિ સંવર્ધન અને ધરતી માતાનું મહિમા ગાન ખુબ સારા કલાકારો, સેટ અને અત્યંત રોચક વાર્તા સ્વરૂપે રજુ કરે છે. શ્રી અદિતિ દેસાઈ દિગ્દર્શિત અને આરજે દેવકી અભિનીત, ૬૦ થી પણ વધુ શોઝ , અનેક એવોર્ડ્સ, રિયલ લાઈફ અનુભવો વર્ણવતું આ નાટક દરેક પેઢીને આકર્ષે છે.
નાટકનો પ્રયોગ હેમુ ગઢવી હોલ - મેઈનમાં રાખવામાં આવ્યો છે અને ટિકિટોનું બુકિંગ શરુ થઇ ગયું છે. હવે હોલ ૪૩% ભરાય ગયો છે માટે રાજકોટવાસીઓ ને અપીલ છે કે ફટાફટ બૂકિંગ કરાવો અને તમારી સીટ વહેલી તકે મેળવી લો.
એડવાન્સ બુકિંગ માટે આજે જ સંપર્ક કરોઃ ૯૦૨૩૨૮૨૪૦૭ અથવા બુકમાઇશો.
નાટકનો એક માત્ર પ્રયોગ ૪ સપ્ટેબર, ગુરુવાર , રાત્રી ના ૯.૩૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. વિદેહી એન્ટરટેઇન્મેન્ટના આ પ્રયોગમાં તેમના સદાયના શુભ ચિંતક અને દરેક ડગલેને પગલે સહાયક એવા અકિલા પરિવારના મોભી શ્રી કિરીટ ભાઈ ગણાત્રા, દીવાદાંડી સમાન શ્રી નિમિષભાઇ ગણાત્રા અને સમગ્ર અકિલા પરિવારનો સહકાર સાંપડ્યો છે. આ ઉપરાંત અકૂપાર નાટકના સપોર્ટર્સ તરીકે, લિટ્ટલ એંજલ ડાયપર, એપલ બેસન , એમઆરજે જ્વેલ્સ , સેલસ હોસ્પિટલ, આટોમાઇઝ સ્પાઇસીસ , પ્રભુ સ્નેહ બાય પ્રભુ ગ્રુપ, સરાઝા હોટેલ, આદેશ કેબ અને અવર રાજકોટનો સહકાર સાંપડ્યો છે. (૪૦.૧૨)
(10:30 AM IST)










