<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ડો. તોગડિયાનું હિન્‍દુ જાગરણ અભિયાનઃ સૌરાષ્‍ટ્રના ૬૧ તાલુકાઓનો પ્રવાસઃ કાલે રાજકોટ શહેર-જિલ્લામાં

બાલાજી મંદિરના ઉદ્‌ઘાટનમાં અને જીવરાજનગરીમાં ધર્મસભામાં હાજરીઃ રણછોડભાઇ-નિર્મળભાઇ પ્રવાસમાં સાથે

 

રાજકોટ તા. રપઃ આંતરરાષ્‍ટ્રીય હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો. પ્રવીણભાઇ તોગડિયા હિન્‍દુ જાગરણ અને હનુમાન ચાલીસા કેન્‍દ્રોનો વ્‍યાપ વધારવાના હેતુથી સૌરાષ્‍ટ્રના પ્રવાસે છે. તા. ૧૬ ઓગષ્‍ટથી ૩૦ ઓગષ્‍ટ સુધીમાં તેમણે સૌરાષ્‍ટ્રના ૬૧ તાલુકાઓનો પ્રવાસ કરવાનો લક્ષ્યાંક રાખ્‍યો છે. આવતીકાલે મંગળવારે રાજકોટ શહેર અને જિલ્લામાં આવી રહ્યા છે. પરિષદના રાષ્‍ટ્રીય મંત્રી રણછોડભાઇ ભરવાડ અને પ્રાંતના સંગઠન મહામંત્રી નિર્મળભાઇ ખૂમાણ પ્રવાસમાં સાથે જોડાયા છે.

ડો. પ્રવીણભાઇ તોગડિયા આજે સવારે પરબધામમાં શ્રી કરશનદાસબાપુના આશીર્વાદ લઇ વંથલી અને ત્‍યાંથી કેશોદ પહોંચેલા ત્‍યાં કાર્યકરો સાથે બેઠક છે. ૪ વાગ્‍યે જૂનાગઢ જવા રવાના થશે. જૂનાગઢમાં બાઇક રેલી યોજેલ છે. કાલે તા. ર૬ સવારે ઉપલેટા, કંડોરણા બાદ બપોરે ગોંડલ પહોંચશે. ત્‍યાંથી સાંજે ૬ વાગ્‍યે રાજકોટ બાલાજી મંદિરના ઉદ્‌ઘાટન સમારંભમાં હાજરી આપશે રાત્રે ૯ વાગ્‍યે જીવરાજનગરી, જીવરાજ પાર્ક, અંબિકા ટાઉનશીપ ખાતે ધર્મસભામાં હાજરી આપશે. ધર્મસભાના કાર્યક્રમનું સંકલન નાગરાજભાઇ વાળા સંભાળી રહ્યા છે. રાત્રિ રોકાણ રાજકોટમાં છે.

ડો. તોગડિયા તા. ર૭મીએ સવારે મોરબી જશે ત્‍યાં જલારામ મંદિર ખાતે ધર્મસભા રાખેલ છે. તેનું સંકલન એ.એચ.પી.ના ઉપાધ્‍યક્ષ ગિીરીશભાઇ ઘેલાણી સંભાળી રહ્યા છે. ત્‍યાંથી કચ્‍છ જિલ્લામાં જશે. તા. ર૯મીએ જામનગર, જામખંભાળીયા અને દ્વારકાની મુલાકાત લેશે. તા. ૩૦મીએ રાણાવાવ કાર્યકરોને મળી જસદણ પહોંચશે. ત્‍યાંથી અમદાવાદ જવા પ્રસ્‍થાન કરશે. (૭.૧૭)

(11:51 AM IST)