<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

શહિદ સુખદેવ ટાઉનશીપમાં ગણેશ ઉત્‍સવ

નાસીક ઢોલ સાથે આરતી, ઓપરેશન સિંદુરનું પ્રદર્શન, દેશભક્‍તિના ગીતો ગુંજશે

રાજકોટઃ શહિદ સુખદેવ ટાઉનશીપ મિત્ર મંડળ દ્વારા તા.૨૭ થી ૩૧ ઓગષ્‍ટ એમ પાંચ દિવસ ગણેશ ઉત્‍સવનું આયોજન કરવામાં આવ્‍યું છે.

૧૫૦ ફૂટ રીંગ રોડ શીતલ પાર્ક બીઆરટીએસ બસ સ્‍ટોપ નજીક આવેલ શહિદ સુખદેવ ટાઉનશીપ ખાતે ગણપતિદાદાની ૭ ફુટની ઈકોફ્રેન્‍ડલી મૂર્તિ બિરાજમમાન થશે. દરરોજ સવાર-સાંજ નાસિક ઢોલથી મહાઆરતી કરવામાં આવશે. આ સાથે ઓપરેશન સિંદૂરનું પ્રદર્શન પણ રાખવામાં આવેલ છે. દેશભક્‍તિના ગીતો ગુંજશે.

આયોજનને સફળ બનાવવા ગુરૂભાઈ રાવલ (મો.૯૪૨૮૭ ૦૪૫૫૫), જયપાલભાઈ વાળા, સમીર પંડયા, મહાવીરભાઈ ધાધર, નિલેશ સૂચક, મેહુલ મકવાણા, વિક્કી બાટવીયા, મિલન જોશી જહેમત ઉઠાવી રહ્યા છે.

(11:53 AM IST)