News of Monday, 25th August 2025
૮ અને ૧૪ ગુનાઓમાં સામેલ બે શખ્સ વિદેશી દારૂની હેરફેર કરતાં ઝડપાયા
એલસીબી ઝોન-૧ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમે નાના મવા માલધારી ચોકમાંથી બંનેને પકડી લીધા

રાજકોટ તા. ૨૫: શહેર એલસીબી ઝોન-૨ ટીમે દારૂ-જૂગારના કેસ શોધવાની કામગીરી દરમિયાન નાના મવા રોડ માલધારી ચોક પાસે નહેરૂનગર-૫માંથી બે શખસને રૂા. ૧૩૨૦૦ના ૨૪ બોટલ દારૂ સાથે પકડી લીધા હતાં.
પોલીસે હિમાનસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૭-રહે. નહેરૂનગર-૫, માલધારી ચોક નાના મવા રોડ) અને સચીન હસમુખભાઇ પરમાર (ઉ.વ.૨૭-રહે. લક્ષ્મીનગર આરએમસી ક્વાર્ટર બ્લોક ૮/૧૯૪૧)ને પકડી લઇ રૂા. ૧૩૨૦૦નો ચોવીસ બોટલ દારૂ અને નંબર વગરનું લાલ રંગનું ૫૦ હજારનું એક્સેસ કબ્જે કર્યા હતાં.
પોલીસ સુત્રોના કહેવા મુજબ હિમાનસિંહ જાડેજા અગાઉ માલવીયાનગર, ભક્તિનગરમાં દારૂ, મારામારી સહિત ૮ ગુનામાં અને સચીન પરમાર અગાઉ માલીવીયાનગરમાં આર્મ્સ એક્ટ, મારામારી, દારૂ સહિતના ૧૪ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી મહેન્દ્ર બગડીયા, ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએસઆઇ આર. એચ. ઝાલા, એએસઆઇ જે. વી. ગોહિલ, આર. એન. મિયાત્રા, હેડકોન્સ. રાહુલભાઇ ગોહેલ, શક્તિસિંહ ગોહિલ, હેમેન્દ્રભાઇ વાધીયા અને કોન્સ. કુલદિપસિંહ રાણાએ આ કામગીરી કરી હતી.
(4:44 PM IST)










