<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ગોંડલ રોડ ચોકડી પાસે રોડની હાલત બીચારીઃ તંત્ર થીગડા પણ ન મારી શકે તેવી હાલત !

મારી મરામત કરાવો! વધુ એક રસ્‍તાની વેદના : અહીંથી દરરોજ હજારો રાહદારીઓ-વાહન ચાલકો પસાર થાય છે : મણ-મણના ખાડાથી ભારે તકલીફ

 

રાજકોટઃ તા. રપ, રાજય ભરમાં  રોડ-રસ્‍તાની સ્‍થિતિ ખૂબ જ ખરાબ છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. વાહનોના છાશવારે ખાડાઓમાં અકસ્‍માત સામાન્‍ય બન્‍યા છે સાથે વેરન્‍ટેજ પણ વારંવાર આવી રહયું છે. ત્‍યારે વોર્ડ નં. ૧૮ ના ઢેબરભાઈ રોડ ઉપર ના રિધ્‍ધી સિધ્‍ધી ના નાલાથી સિધ્‍ધી મંદિર સુધીનો તથા કામનાથ વે બ્રિજ સુધીનો સર્વિસ રોડ ખાડા ખરબચરડા વાળા જર્જરિત બન્‍યાની ફરિયાદ ઉઠી છે.

વોર્ડ નં.૧૮ ના ગોંડલ  રોડ ચોકડી પાસે આવેલ બાજુના ઢેબરભાઈ રોડ ઉપરના રિધ્‍ધી સિધ્‍ધી નેશનલ હાઈવે ના નાલા પાસેથી સિધ્‍ધી મંદિર સુધીનો રોડ રસ્‍તો આશરે  સાત આઠ વર્ષો થયા તથા નાલાથી નેશનલ હાઇવે માં આવતા કામનાથ વે બ્રિજ સુધીનો સર્વિસ રોડ રસ્‍તો અતિશય ખાડા ખરબચરડા વાળા જર્જરિત થઈ ગયેલ હોવાથી પગપાળા હલન ચલન કરતા લોકોને તથા અવર જવર કરતા હળવા ભારે વાહન ચાલકોને અતિશય મુશ્‍કેલી વેઠવી પડે છે.

વાહનો રિપેરિંગ ખર્ચનું વેરેન્‍ટેજ આવતું હોવાથી તથા ચોમાસા વરસાદ ના પાણીના ખાડા ખરબચરડા ભરાઈ જવાથી રોડ રસ્‍તા ઉપર પસાર થતા લોકોને શારીરિક માનસિક ત્રાસ સહન કરવો પડે છે.

 તપાસ સર્વે કરાવી તત્‍કાલ રિધ્‍ધી સિધ્‍ધી ના નાલા થી સિધ્‍ધી મંદિર સુધીનો રોડ રસ્‍તા ઉપર તથા નાલાથી કામનાથ વે બ્રિજ સુધીનો નેશનલ હાઇવે સર્વિસ રોડ રસ્‍તાઓ ઉપર મેટલિગ મોરમ નાખીને ડામર પેવર રોડ રસ્‍તો અથવા આર.સી.સી. રોડ રસ્‍તા બનાવી અપવા જરૂરી બન્‍યા છે. હવે આ મુદ્દે મનપા દ્વારા કેટલી ઝડપથી પગલા લઇ લોકોને વિકાસની ઝાંખી કરાવશે તે સમય જ દર્શાવશે. (૩પ-૧૪)

(3:36 PM IST)