News of Monday, 25th August 2025
મેં લોકસભામાં મુદ્દો ઉઠાવેલો, રાજકોટને હાઇકોર્ટ બેચ મળવી જોઇએઃ મોહનભાઇ

રાજકોટ, તા. રપ : સૌરાષ્ટ્રમાં લાભાર્થે રાજકોટને હાઇકોર્ટ બેચ અપાવવા એડવોકેટ સંગઠનો અને અન્ય આગેવાનો દ્વારા ફરી પ્રયાસો શરૂ થયા છે ત્યારે રાજકોટ ભાજપના પૂર્વ સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મોહનભાઇ કુડારિયાએ રાજકોટને હાઇકોર્ટ બેચ મળવી જ જોઇએ તેવી લાગણી વ્યકત કરી પોતાના સાંસદ તરીકેના કાર્યકાળમાં લોકસભામાં આ મુદ્દો ઉઠાવવા સહિતના પ્રયાસોની યાદ તાજી કરી છે. મોહનભાઇના જણાવ્યા મુજબ તેમણે ૧૮ જુલાઇ ર૦૧૮ના દિવસે લોકસભામાં આ અંગે પ્રશ્ન પૂછેલ. તે વખતના કેન્દ્રીય મંત્રીએ જવાબમાં આ પ્રકારની દરખાસ્ત રાજય સરકાર દ્વારા કરાવવા સૂચવ્યું હતું. તેના અનુસંધાને મેં (મોહનભાઇએ) તા. ર૩ જુન ર૦૧૯ ના રોજ તત્કાલીન મુખ્યમંત્રીને વિસ્તૃત પત્ર પાઠવી કેન્દ્રીય મંત્રીના જવાબ સંદર્ભે રાજય કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવા માટે રજુઆત કરી હતી. રાજકોટને કાયમી હાઇકોર્ટ બેંચ મળે તેવી મારી લાગણી છે.
(4:44 PM IST)










