<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

રવિવારે સમસ્‍ત કોળી સમાજનો પસંદગી મેળો

કોળી શક્‍તિ યુવક મંડળ-અમરેલી અને સમસ્‍ત કોળી એકતા ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ દ્વારા

રાજકોટઃ સમસ્‍ત કોળી સમાજના દિકરા દીકરીઓને યોગ્‍ય મનપસંદ જીવનસાથી પાત્ર મળે અને સમાજના વડીલો એકબીજાના સંપર્કમાં આવે અને એક જ સ્‍થળ પર એકબીજાના સંપર્ક દ્વારા માતા-પિતાના સંતાનોના લગ્નની ચિંતા હળવી થાય તેવા હેતુ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્‍યભરમાં રહેતા ચુંવાળીયા તળપદા ઘેડિયા દિવેચા સમસ્‍ત કોળી સમાજના અભ્‍યાસ કરતા એજ્‍યુકેશન ફેમિલીના યુવક યુવતીઓ માટે કોળી શક્‍તિ યુવક મંડળ અમરેલી તથા સમસ્‍ત કોળી એકતા ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા તા.૩૧ રવિવારે સવારે ૮ કલાકેથી ૩ વાગ્‍યા સુધી સ્‍થળ પંડિત દિન દયાલ ઉપાધ્‍યાય કોમ્‍યુનિટી હોલ યુનિટી ૧ સેટેલાઈટ ચોક પેડક રોડ ખાતે જીવનસાથી પસંદગી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

આયોજનને સફળ બનાવવા માટે કોળી શક્‍તિ યુવક મંડળ અમરેલી પ્રમુખ રમેશભાઈ ગોહિલ તેમની ટીમ તથા સમસ્‍ત કલળી એકતા ચેરીટેબલ ટ્રસ્‍ટ રાજકોટ કલ્‍પેશભાઈ બાવરીયા, ધીરુભાઈ ધોળકિયા તેમજ ટ્રસ્‍ટના સર્વે હોદેદારો જહેમત ઉઠાવી રહ્યા છે.

આ પરિચય મેળામાં જે ઉમેદવાશ ભાગ લેવા માંગતા હોય તો અન્‍ય માહિતી માટે રમેશભાઈ ગોહિલ (મો.૯૩૭૪૭ ૩૪૮૨૦), કલ્‍પેશભાઈ બાવરીયા (મો.૭૯૮૪૫ ૯૪૪૨૪) ઉપર સંપર્ક કરવા ટ્રસ્‍ટની યાદીમાં જણાવેલ છે.

તસ્‍વીરમાં ધીરૂભાઈ ધોળકીયા, સુરેશભાઈ જાંબુકીયા, કલ્‍પેશભાઈ બાવરીયા, ભરતભાઈ ચણીઆરા, રૂપેશભાઈ ધોળકીયા, લાલજીભાઈ ચણીયા, મયુરભાઈ બાવરીયા, સંજયભાઈ ધામેચા નજરશે પડે છે.  (તસ્‍વીરઃઅભિજીત બગથરીયા)

(3:40 PM IST)