News of Monday, 25th August 2025
હસનવાડીમાં રંગીલા યુવા ગ્રૂપ દ્વારા સતત ૧૬માં વર્ષે ગણેશ મહોત્સવનું મંગલમય આયોજન

રાજકોટ તા. ૨૫: દર વર્ષની પરંપરા જાળવતું ‘હસનાવાડી'નું લોકચાહીતું‘રંગીલા સેવા સમીતી' દ્વારા હસનવાડી કા રાજા ગણેશ મહોત્સવનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરાય છે.
શ્રી રંગીલા સેવા સમીતી દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શ્રી ગણેશ મહોત્સવ દરમિયાન અવનવા કાર્યક્રમો તેમજ આયોજનો કાયમી ધોરણે કરવામાં આવતા હોય છે તેમાં સમુહ લગ્ન, કથા, લોકડાયરો, રાંદલ માતાજીના ૧૦૮ લોટા, હાસ્યારો, દર માસની પુનમે બટુક ભોજન, ફરસાણ વિતરણ, ચોપડા વિતરણ, સપ્તાહ જેવા વિવિધ કાર્યક્રમો થશે.
શ્રી રંગીલા સેવા સમિતી તા.૨૭-૮-૨૦૨૫ થી તા.૬. ૯.૨૦૨૫ સુધી શ્રી ગણેશ મહોત્સવ નું આયોજનમાં મહા આરતીમાં આશરે ૮૦૦ થી ૧૦૦૦ ભાવી ભક્તો દર્શનનો લાભ લેશે. તેમજ સાથે સાથે બાળકો તેમજ ભાઈઓ-બહેનો માટે અવનવા કાર્યક્રમોનું આયોજન રાખેલ છે.
તા.૨૭/ બુધવારે સવારે ૧૦:૩૦ કલાકે ગણેશજીનું સામૈયુ, તા.૨૭. બુધવારે રાત્રે ૯ કલાકે રંગીલા મહીલા ધુન મંડળ દ્વારા ધુન કિતન તા.૨૮/ગુરુવારે રાત્રે ૮ કલાકે કેક કાપી (ગણેશજીનો જન્મ મહોત્સવ) અને બહેનો માટે દાંડીયારાસ, તા.૨૯/ શુકવારે સાંજે ૮:૩૦ ભાઈઓ માટે લાડુ સ્પર્ધા તા.૩૦/ શનિવાર સવારે ૯:૦૦ કલાકે સર્વરોગ નિદાન કેમ્પ (દવા ફ્રી દેવામાં આવશે.)તા.૩૦/ શનિવાર સવારે ૯:૩૦ કલાકે વયવંદના યોજના (૭૦ વર્ષથી ઉપરનાને આયુષ્યમાન કાર્ડ) - શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે ડી.જે.ના સથવારે ડિસ્કો દાંડીયા ૧ (સમરત (સમસ્ત હસનવાડી માટે),તા.૩૧/ રવિવારે સાંજે ૪ થી ૭ સુધી બાળકો માટે રમતગમત સ્પર્ધા (ઉંમર ૭ થી ૧૮ વર્ષ),૧/-૦૦-૨૨ સોમવારે સવારે ૯:૩૦ કલાકે નિદાન કેમ્પ. (ચામડીરોગના સર્જન-ડો. ભાવેશ પટેલ, ન્યુરો સર્જન-ડો.હાર્દ વસાવડા, ડો. પ્રિયાક વસાવડા) રાખેલ છે.
તા.૧ સોમવારે સાંજે ૬:૦૦ કલાકે છપ્પન ભોગ તા.૩ બુધવારે રાત્રે ૮:૩૦ કલાકે બહેનો માટે પાણીપુરી સ્પર્ધા તા.૫ શુક્રવારે સાંજે ૮:૦૦ કલાકે મહાપ્રસાદ તા. શનિવારે સવારે ગણેશજીનું વિસર્જન મુર્હુત પ્રમાણે થશે.
આ આયોજનને સફળ બનાવવા પ્રમુખશ્રી કાનાભાઈ જે. ડાભી (મો.ે ૯૮૯૮૬ ૮૭૦૬૭), ઉપપ્રમુખ અંકુરભાઈ મનાણી, મંત્રી ભાર્ગવભાઈ ટાંક, મહામંત્રી અજયભાઈ સીતાપરા, સંજયભાઈ ગોહીલ, દિનેશભાઈ વાઘેલા મહંતશ્રી દિનુબાપુ રોકીભાઇ ડીગ્રા, નીકુંજ વાઢેર કાનાભાઇ ધર્મેશ કે ડાભી વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.
તસ્વીરમાં ‘‘અકિલા'' ખાતે વિગતો વર્ણવતા રંગીલા યુવા ગ્રૂપના કાર્યકરો-આગેવાનો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)
(3:45 PM IST)










