<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 25th August 2025

ડો.યાજ્ઞિક રોડ ઉપર બિરાજશે ‘‘રાજકોટ કા મહારાજા''

સાર્વજનિક ગણેશ મહોત્‍સવ સમિતિ દ્વારા તા. ર૭ ના સ્‍થાપન : દરરોજ વિવિધ કાર્યક્રમોઃ ૯ ફૂટની ઇકોફેન્‍ડલ મૂર્તિ આકર્ષણ જમાવશે

રાજકોટ, તા. રપઃ ભૂદેવ સેવા સમિતિ દ્વારા ‘રાજકોટ કા મહારાજા' ગણેશોત્‍સવનું ડો. યાજ્ઞિક રોડ, ડો દસ્‍તુર માર્ગ ખાતે સતત ૧૭માં વર્ષે આયોજન કરાયુ છે.

 

ભુદેવ સેવા સમીતીના પ્રમુખ અને રાજકોટ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ સદસ્‍ય તેજસ ત્રિવેદીની યાદીમાં જણાવાયું છે કે સતત ૧૭માં વર્ષે ભુદેવ સેવા સમિતિ દ્વારા ડો. યાજ્ઞિક રોડ, જાગનાથ પોલીસ ચોકી પાસે ગણપતિ ઉત્‍સવના ભાગરૂપે રાજકોટ મહારાજાનું આયોજન કરવામાં આવ્‍યું છે. જે તા. ર૭ ઓગષ્‍ટથી ૬ સટેમ્‍બર શનિવાર સુધી ચાલશે. આ વર્ષે પણ ભગવાન  શ્રી ગણેશજીની ૯ ફૂટ જાજરમાન ઈકો ફ્રેન્‍ડલી મૂર્તિ પ્રતિમા સાથે બિરાજમાન રહેશે.

વિઘ્‍નહર્તા શ્રી ગણેશની ૯ ફુટની વિશાળ પ્રતિમાનું વૈદીક મંત્રોચ્‍ચાર સાથે તથા પુજાપાઠ દ્વારા સ્‍થાપન કરવામાં આવશે. વિશાળ ડોમ મંડપ, લાઇટીંગ, શ્રળંગાર, ડોલ્‍બી ડીઝીટલ સાઉન્‍ડ સાથે રોજ સાંજે ૮ કલાકે મહાઆરતી કરવામાં આવશે. જેમાં ભૂદેવ પરીવારો તથા શહેરના વિવિધ અગ્રણીઓ તેમજ શહેરના ધર્મપ્રેમી ભકતો દ્વારા મહાઆરતી કરવામાં આવશે.

પ્રથમ દિવસે તા. ૨૭ બુધવારના બપોરના ૩.૩૦ કલાકે શ્રી ગણેશજીનું વિધિવત શાષાી જયભાઈ ત્રિવેદી દ્વારા વૈદીક મંત્રોચ્‍ચાર સાથે વાજતે ગાજતે ઢોલ નગારે સાથે સામૈયુ કાઢી પધરામણી કરવામાં આવશે.

તા. ૨૮ ના ગરૂવારના રોજ ગણેશ મહોત્‍સવ ખાતે સાંજે સાત કલાકે દત્ત બાવનીના પાઠનું આયોજન કરવામાં આવેલ છે. તા. ૨૯ શુક્રવારના રોજ સાંજના ૭ કલાકે ગણેશ મહોત્‍સવ ખાતે સુશોભન આરતી સ્‍પર્ધાનું આયોજન કરવામાં આવેલ છે. તા.૩૦ શનિવારના રાત્રીના ૯ કલાકે હનુમાન ચાલીસાના પાઠ, તા. ૩૧ રવિવારના રાત્રે ૮.૧૫ વાગ્‍યે ૧૦૮ દિવડાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્‍યું છે.

તા. ૧ સોમવારના ભૂદેવ સેવા સમિતિના પરિવારના બાળકો દ્વારા તેમજ ધર્મપ્રેમી જનતાના બાળકો માટે સાંજના સાત કલાકે આકર્ષક વેશભૂષા કાર્યક્રમનું આયોજન છે. તા. ૨ મંગળવારના સાંજે ૭ કલાકે ગણેશ અથર્વશીર્ષના પાઠ, તા. ૩ બુધવારના રોજ સાંજે ૬ કલાકે ધર્મપ્રેમી જનતા માટે અન્નકૂટના દર્શન રાખવામાં આવેલ છે.

તા. ૪ ના ગુરૂવારે બપોરના ૪ વાગે ભગવાન શ્રી સત્‍યનારાયણની કથા, તા. ૫ શુક્રવાર સાંજે ૭ કલાકે સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરવામાં આવ્‍યું છે જેમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિદાન તેમાં સારવાર કરવામાં આવશે. તા. ૬ શનિવારના બપોરે ૨ કલાકે વાજતે-ગાજતે ભાવભીના હ્રદય કલાકે ગજાનંદ ગણપતિ દાદાનો વિસર્જન આજી નદી ખાતે કરવામાં આવશ.ે

ધર્મોત્‍સવને સફળ બનાવવા ભુદેવ સેવા સમિતિના સંસ્‍થાપક તેજસભાઈ ત્રિવેદીની આગેવાની હેઠળ મયુરભાઈ વોરા, વિશાલભાઈ આહ્યા, પરાગભાઈ મહેતા, ભરતભાઈ દવે, વિક્કીભાઈ ઠાકર, માનવભાઈ વ્‍યાસ, વિરલભાઈ જોષી, ચેતનભાઈ દુસારા, પ્રશાંતભાઈ ઓઝા, મીતભાઈ ભટ્ટ, જયભાઈ ત્રિવેદી, વિશાલભાઈ ઉપાધ્‍યાય, જીજ્ઞેશભાઈ પંડયા, દિલીપભાઈ જાની સહીતના જહેમતશીલ છે.(

(3:48 PM IST)